શિયાળામાં પગની એડી ફાટી જવાની સમસ્યાથી પીડાવ છો? તો તેનું કારણ અને ઉપચાર જાણો અને શેર કરો
શિયાળાની ઋતુમાં ક્રેક હીલ્સની સમસ્યા સામાન્ય બાબત છે. પણ ઘણી વખત શિયાળાની ઋતુ શરૂ થતા પહેલા જ એડીમાં ડ્રાયનેસની સમસ્યા થવા લાગે છે. વધુ પડતો સાબુનો પ્રયોગ, વારંવાર નહાવું અને મોશ્ચરાઈઝર ન લગાવાને કારણે આ સમસ્યા થઈ શકે છે. ઘણી વખત વધુ સમય તડકામાં રહેવાને કારણે પણ આ સમસ્યા થતી હોય છે. જ્યારે પણ એડીનાં રિમ આસપાસની ત્વચા ડ્રાય થઈ જાય, ત્યારે ક્રેક હીલ્સ ની સમસ્યા જોવા મળતી હોય છે. રિમ આસપાસની ડ્રાય સ્કિન વધુ સમય ત્યાં રહે છે અને ડેડ સ્કિન ભેગી થાય છે. ઘણી વખત ખોટા ફુટવિયર પહેરવાને કારણે પણ આ સમસ્યા જોવા મળતી હોય છે. સિઝન બદલાય ત્યારે શરીરમાં પાણીની ઉણપ જોવા મળે છે સાથે જ ત્વચાની યોગ્ય સારસંભાળના અભાવે એડી ફાટી જતી હોય છે. કેટલાક ઘરેલુ ઉપચારો ની મદદથી આ સમસ્યાથી બચી શકાય છે. આજે અણે આપને અહીં ક્રેક હીલ્સથી બચવાના કેટલાક ઉપાયો જણાવીશું
ક્રેક હીલ્સથી બચવાના ઉપાયો
1.મોજા પહેરો
તમે ઘરમાં હોવ કે બહાર, હંમેશા મોજા પહેરીને રાખવા જોઈએ. તમારા પગને સારી રીતે ધોઈ તેના પર ક્રીમ અથવા મોશ્ચરાઈઝર લગાવી ત્યાર બાદ મોજા પહેરવા જોઈએ. આવુ કરવાથી સ્કિન મોશ્ચરાઈઝ રહે છે અને ડ્રાયનેસથી બચી શકાય છે.
2.મોશ્ચરાઈઝરનો ઉપયોગ
જે રીતે તમે ચહેરા પર બે વખત મોશ્ચરાઈઝર લગાવો છો તે જ રીતે તમારા પગમાં પણ મોશ્ચરાઈઝર લગાવવું જરૂરી છે. સવારે નાહ્યા પછી અને રાત્રે સુતા પહેલા તમે મોશ્ચરાઈઝર લગાવી શકો છો. આવુ કરવાથી તમારી ત્વચા શુષ્ક નહી થાય અને નરમ રહેશે.
3.પગની સ્વચ્છતા
જેમ દર અઠવાડિયે તમે તમારા ચહેરા પણ સ્ક્રબ કરો છો તે જ રીતે એડી પર પણ સ્ક્રબ કરવો જરૂરી છે. આ માટે તમે હોમમેડ અથવા તો બજારમાં મળતા સ્ક્રબ ખરીદી શકો છો.
4.પેડિક્યોર જરૂરી
દર મહિનામાં એક વકત પેડિક્યોર જરૂર કરાવો. આવું કરવાથી ડેડ સ્કિન દુર થાય છે અને ત્વચા નરમ રહે છે. પેડિક્યોર કરાવ્યા પછી પણ સ્કિનની સંભાળ રાખો.
5.તડકામાં સનસ્ક્રીન
જ્યારે પણ બહાર જવું હોય તો ફુટવિયર તરીકે જો ચપ્પલ પહેરતા હોવ તો સનસ્ક્રીનનો ઉપયોગ જરૂર કરવો. સનસ્ક્રીન સ્કિનને ડલ અને ડ્રાય થતા બચાવે છે સાથે જ ટેનિંગ પણ અટકાવે છે. આવું કરવાથી તમારી સ્કિન સોફ્ટ રહેશે અને ફાટશે નહી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..