શિયાળામાં વધી જાય છે ગળાની તકલીફ, અપનાવી લો 5 ઘરેલૂ ઉપાયો અચૂક મળશે રાહત

સીઝન બદલતાની સાથે ગળામાં મુશ્કેલીઓ વધવા લાગે છે. આ સમયે ગળામાં ખરાશ સામાન્ય બાબત બને છે. જેના કારણે ગળામાં દર્દ, ખેંચાણ અને બળતરા અનુભવાય છે. જેના કારણે તમને ખાવા પીવામાં તકલીફ થાય છે. તો જાણો દવના બદલે સાદા અને સરળ ઘરેલૂ નુસખાને પણ.

મધ
ગળામાં દર્દ હોય તો મધ તમારી મદદ કરી શકે છે. ચાની સાથે ફક્ત મધ આ તકલીફને દૂર કરવામાં મદદ કરે છે. રાતે ખાંસી આવે તો દવાની તુલનામાં મધનું સેવન અસરકારક મનાય છે.

ખારું પાણી
ખારું પાણી એટલે કે મીઠાવાળા પાણીના કોગળા કરવાથી ગળામાં આરામ મળે છે. તે ગળામાં રહેલા બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે. તેનાથી ગળું સાફ થાય છે અને સોજામાં રાહત મળે છે. દર 3 કલાકે એક વાર આ પાણીથી કોગળા કરવાથી દવાની જરૂર રહેશે નહીં.

કેમોમાઈલની ચા
તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટીઓક્સીડન્ટ અને એસ્ટ્રિંજેન્ટ જેવા ગુણ છે. કેમોમાઈલનો નાસ લેવાથી ગળામાં દર્દ સહિત ખાંસીમાં પણ રાહત મળે છે. તેનાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે અને ઈન્ફેક્શન સામે લડવામાં ફાયદો મળે છે.

ફૂદીનો
તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. તેનું તેલ ગળાની ખરાશને દૂર કરે છે. પેપરમિન્ટમાં મેન્થોલ હોય છે જે ગળફાને પાતળું કે છે અને ખરાશ ઘટાડે છે. તેમાં ઇન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીવાયરલ પ્રોપર્ટીના ગુણ મળે છે. તેને ઓલિવ ઓઈલ, આલમંડ ઓઈલ અને નારિયેળ તેલની સાથે મિક્સ કરીને ઉપયોગમાં લેવું.

બેકિંગ સોડાના કોગળા
ખારા પાણી સિવાય તમે બેકિંગ સોડાના કોગળા પણ કરી શકો છો. તેનું પાણી બેક્ટેરિયા અને ફંગલને મારે છે. 1 કપ ગરમ પાણીમાં 1/4 ચમચી બેકિંગ સોડા અને 1/8 ચમચી મીઠું લો. તેનાથી દર 3 કલાકે કોગળા કરો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો