સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય
કોરોના સંકટને લઇ PM મોદી અને મંત્રીઓ વચ્ચેની બેઠક યોજાઇ હતી. જેમાં 3 મે બાદ લોકડાઉનને લઇને રણનીતિ પર ચર્ચા થઇ હતી. બીજા તબક્કાના લોકડાઉનને લઇને ચર્ચા કરાઇ હતી. ત્યારે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બે અઠવાડિયા સુધી વધુ લોકડાઉન વધારાયું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
પ્રધાનમંત્રીની ગૃહમંત્રી, રેલમંત્રી, નાણામંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં CDS જનરલ બિપિન રાવત સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યાં હતા. ત્યારે હવે દેશમાં 2 અઠવાડિયા સુધી લોકડાઉન વધારાયું છે. ત્યારે હવે આ ત્રીજા તબક્કાનું લોકડાઉન રહેશે. દેશમાં 4મે થી 17 મે સુધી 2 અઠવાડિયા લૉકડાઉન લંબાવાયું છે. જોકે ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે.
Ministry of Home Affairs issues order under the Disaster Management Act, 2005 to further extend the Lockdown for a further period of two weeks beyond May 4: MHA pic.twitter.com/Cw4bkdMTFU
— ANI (@ANI) May 1, 2020
દેશમાં કોરોના સંકટની હાલની પરિસ્થિતિને અને લોકડાઉનને કારણે દેશમાં આવેલા કોરોનાના નિયંત્રણને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ ભારત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત આજે લોકડાઉનને 4 મે 2020 સુધી લંબાવવાનો આદેશ આપ્યો છે.
આ ઉપરાંત ગૃહવિભાગે આ સમયમાં વિવિધ પ્રવૃતિઓના રેગ્યુલેશન માટે ગાઈડ લાઇન્સ જાહેર કરી છે. આ ગાઈડલાઇન્સ દેશમાં વર્ગીકૃત કરેલા રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન પ્રમાણે નક્કી કરાઈ છે. જે જિલ્લાઓ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આવે છે તેમને ઘણી છૂટ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોરોના વાયરસથી 2.34 લાખથી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. ભારતમાં કોરોનાનાં અત્યાર સુધી 35,365 કેસ સામે આવ્યા છે જેમાંથી 1152 લોકોનાં મોત થઈ ચુક્યા છે, જ્યારે 9064 લોકો ઠીક થઈ ગયા છે. દેશમાં કોરોનાની વધતી સંખ્યાને ધ્યાને લેતા સરકારે 2 અઠવાડિયા માટે લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..