શહીદ સૈનિકોના સન્માનમાં દેશનું પહેલું નેશનલ વોર મેમોરિયલ તૈયાર
ખાખી વર્દી પહેરીને જવાન પોતાની આખી જિંદગી ફક્ત એટલા માટે કુરબાન કરી દે છે જેથી દેશના અન્ય લોકો શાંતિની ઊંઘ લઈ શકે. કહી શકાય કે કોઇપણ દેશના જવાન તેનો આધારસ્તંભ હોય છે. તેમના વગર ડર વગરની જિંદગીની કલ્પના કરવી અશક્ય છે. આઝાદીની પહેલા અને પછી થયેલી ઘણી લડાઈઓમાં આપણા સૈનિકોએ પોતાનું લોહી વહાવ્યું છે જેમાં દરેક નામની ભાગ્યે જ કોઈને જાણ હશે. આ જ સૈનિકોના સમર્પણ અને વીરતાની કહાણીઓને દર્શાવવા માટે ભારતમાં નેશનલ વૉર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. જાણો આ મ્યુઝિયમ વિશે.
શહીદ સૈનિકોના સન્માનમાં દેશનું પહેલું નેશનલ વોર મેમોરિયલ તૈયાર થઈ ગયું છે. રાજધાની દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે 40 એકર વિસ્તારમાં બનેલું આ મેમોરિયલ દેશની રક્ષા માટે શહીદ થનારા 25 હજાર 942થી વધુ વીર જવાનોની યાદમાં બનાવાયું છે.
- 1960માં દરખાસ્ત થઈ હતી, 6 દાયકા પછી દેશનું પહેલું વોર મેમોરિયલ તૈયાર થયું
- ઈન્ડિયા ગેટ પાસે 40 એકર એરિયામાં બનેલા મેમોરિયલનો ખર્ચ 500 કરોડ રૂપિયા છે, મ્યુઝિયમ બનાવવાનું બાકી
શહીદોના નામ દીવાલની ઈંટો પર કોતરવામાં આવ્યા
નેશનલ વોર મેમોરિયલને એવી રીતે તૈયાર કરાયું છે જેનાથી રાજપથ અને તેની ભવ્ય રચના સાથે કોઈ ચેડાં ન થાય. તેની બાજુમાં સૂચિત નેશનલ વોર મ્યૂઝિયમ માટે યોગ્ય ડિઝાઈન નિશ્ચિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેનો પ્રારંભિક ખર્ચ અંદાજે 500 કરોડ રૂપિયા છે અને તેને તૈયાર થવામાં હજી થોડાક વર્ષ વધુ લાગશે. ષટકોણ આકારમાં બનેલા મેમોરિયલના કેન્દ્રમાં 15 મીટર ઊંચો સ્મારક સ્તંભ બનાવાયો છે.
તેના પર ભિંત ચિત્ર, ગ્રાફિક પેનલ, શહીદોના નામ અને 21 પરમવીર ચક્ર વિજેતાઓની મૂર્તિ બનાવાઈ છે. સ્મારક ચાર ચક્રો પર કેન્દ્રીત છે – અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર, રક્ષક ચક્ર. તેમાં ભૂમી દળ, હવાઈ દળ અને નૌકાદળના જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ છે. શહીદોના નામ દીવાલની ઈંટો પર કોતરવામાં આવ્યા છે.
વચ્ચે બની 21 પરમવીર ચક્ર વિજેતાઓની મૂર્તિ
છ ભુજાઓ(હેક્ઝાગોન)વાળા આકારમાં બનેલા મેમોરિયાલ કેન્દ્રમાં 15 મીટ ઊંચું સ્મારક બનાવાયું છે. તેના પર મ્યુરલ્સ, ગ્રાફિક પેનલ, શહીદોના નામ અને 21 પરમવીર ચક્ર વિજેતાઓની મૂર્તિ બનાવાઈ છે. સ્મારક ચાર ચક્ર પર કેન્દ્રિત છે. અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર, રક્ષક ચક્ર. તેમાં આર્મી, વાયુ દળ અને નેવીના શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે. શહીદોના નામ દીવાલની ઈંટોમાં કોતરાયેલા છે. સ્મારકનો નીચેનો ભાગ અમર જવાન જ્યોતિ જેવો છે.
અમલદારોના અવરોધોએ બનવા નહોતું દીધું
પહેલી વખત 1960માં નેશનલ વોર મેમોરિયલ બનાવવાની દરખાસ્ત સશસ્ત્ર દળો આપી હતી. સરકારની ઉદાસીનતાની સાથે જ અમલદારો અને સૈન્ય વચ્ચેના અવરોધોના કારણે તેનું નિર્માણ થઈ શક્યું નહીં. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી કેબિનેટે ઓક્ટોબર 2015માં આ સ્મારકના નિર્માણને મંજૂરી આપી હતી. ત્યાં સુધી 6 દાયકા પસાર થઈ ગયા હતા.
ઈન્ડિયા ગેટ 1931માં બન્યો, 1972માં અમર જવાન જ્યોતિ
દુનિયાના મોટા દેશોમાં માત્ર ભારતમાં જ અત્યાર સુધીમાં સ્મારકનું નિર્માણ નહોતું થયું.
અંગ્રેજોએ પહેલા વિશ્વ યુદ્ધમાં શહીદ ભારતીયોની યાદમાં 1931માં ઈન્ડિયા ગેટ બનાવ્યો હતો.
1971ના યુદ્ધમાં શહીદ થયેલા 3843 સૈનિકોના સન્માનમાં અમર જવાન જ્યોતિ બનાવાઈ હતી.