ખોડલધામ ‘નરેશ’નો 4 BHK બંગલો, શિવમંદિર, યોગરુમ, આવો છે અંદરનો નજારો…..
રાજકોટઃ ખોડલઘામ નરેશ એટલે કે નરેશ પટેલ રાજકોટમાં પોશ વિસ્તાર એસ્ટ્રોન સોસયટીમા શિવાલય નામના બંગલામાં તેઓ રહે છે તેના સરળ અને નિખાલસ સ્વભાવ પ્રમાણે તેનો બંગલો તેની રહેણી કરણી અને રાચ રચીલું પણ સાવ સરળ છે, તેના ઘરમાં તેને આરસનું શિવ મંદિર બનાવ્યું છે. જેના પર જ બિલીનું વૃક્ષ છે આથી જાતે જ શિવની મુર્તિ પર સમયાંતરે બિલીપત્ર પડ્યા કરે. આ સિવાય તેને ઘરમાં જ યોગ રુમ બનાવ્યો છે ત્યાં નરેશ પટેલ નિયમીત યોગ કરે છે.
400 વારનું ઘરમાં 4 બીએચકે,સાદગી પુર્ણ રાચ રચિલું….
એસ્ટ્રોન સોસયટી મેઇન રોડ પર કોર્નરનુ બંગલો છે, જેનુ નામ છે શિવાયલ, ખોડીયાર માતાજી સાથે મહાદવેના પરમભક્ત નરેશ પટેલનો બંગલો 400 વારમાં ફેલાયેલો છે. શરુઆતમાં જ ગાર્ડર હિંચકો રાખવામાં આવ્યો છે, મુખ્યરૂમ અને ડાઇનીંગ અરિયાની વચ્ચે જ મોટુ શિવ મંદિર બનાવાયું છે ઘરની અંદર જ બિલીનુ મોટુ વૃક્ષ છે બરોબર મંદિરની ઉપર જ વૃક્ષ જોવા મળે છે છેલ્લા 28 વર્ષથી તેઓ આ મકાનમાં રહે છે.
ઘરમાં છે યોગ રુમ અને મહાદેવના પેઇન્ટિંગ…..
ઘરના બીજા માળે ખાસ યોગ રુમ અને તેમા લાઇબ્રેરી બનાવી છે. નિયમીત નરેશ પટેલ સહિત પરિવારના સભ્યો તેમાં યોગ કરે છે. લાઇબ્રેરીમાં વિવિધ પુસ્તકો રાખવામાં આવ્યાં છે તેને મળેલી વિવિધ ગિફ્ટો ખાસ કરીને મહાદેવ ત્રિશુલ મુર્તિ વગેરે તેને સાચવીને રાખ્યાને છે. આ સિવાય મહાદેવની વિવિઘ મુદ્રા વાળા પેઇન્ટિંગ તેમને ખાસ બનાવડાવી દિવાલ પર રાખ્યાં છે. માતાજીની સાથે સાથે તેને મહાદવ પર અપાર શ્રઘ્ઘા છે. એટલે જ તેને બંગલાનુ નામ પણ શિવાલય રાખ્યું છે.
જુઓ એમના બંગલાનો અંદરનો નજારો..
જુઓ એમના બંગલાનો અંદરનો નજારો..