મારા બાપ-દાદાએ કોઈ દી નથી વિચાર્યુ ગાય, ભેંસ રાખવા લાયસન્સ લેવા પડશેઃ પરેશ ધાનાણી
વિધાનસભા ગૃહની અંદર ઢોર નિયંત્રણ બિલ ગઈકાલે સત્રના અંતિમ દિવસે પસાર કરવામાં આવ્યું છે અડધી રાત સુધી આ બિલને લઇને 7 કલાક જેટલી ચર્ચાઓ ચાલી હતી. પરેશ ધાનાણીએ વિરોધ નોંધાવ્યો હતો. પરેશ ધાનાણીએ બિલનો વિરોધ કરતા કહ્યું કે, મારા બાપ દાદાએ કોઈ દિવસ નથી વિચાર્યુ ગાય, ભેસ, ઘોડા રાખવા લાયસન્સ લેવા પડશે.
તેમણે કહ્યું કે, મારી ગાય માતાઓ શહેરની અંદર ના ધુસે એના માટે વાંચતા શિખવાડવુ પડશે. શાળાઓમા શિક્ષક નથી તો ગાયો માટે ક્યાથી શિક્ષક લાવીશુ. એમ કહી સરકાર દ્વારા પસાર કરવામાં આવી રહેલા બિલને લઈને વિરોધ કર્યો હતો.
આ સાથે તેમને વધુમાં જણાવ્યું હતું કે, અમારા તમામ સભ્યો વતી વિનંતી છે. આ બિલ પાછું ખેંચી લો. અહંકારના જોરે બિલ પાસ થઈ ગયુ તો પાટલી બદલાતા વાર નહિ લાગે, તેમ આવનાર વિધાનસભાની ચુંટણીઓને લઈને સરકાર પર પ્રહાર કાર્ય હતા અને આ બિલને પાછા ખેંચવાની માંગ પૂર્વ વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવી હતી. આ સાથે તેમને કહ્યું કે, ગાયને પાંજરે પુરવાની જોગવાઈ લઈને આવ્યા છે.એ અતિશયોકતી જ હશે. એમ કહી તેમની વાતને વિરામ આપી આ બિલને પાછા ખેંચવાની માંગ સાથે વિરોધ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..