હિન્દુ નામથી ઢોંસાની દુકાન ચલાવનાર મુસ્લિમ શખ્સને ટોળાએ ફટકાર્યો, શ્રીનાથ લખેલું બોર્ડ હટાવી દીધી, મુસ્લિમ સંચાલકને આપી ગંભીર ધમકી
ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મથુરામાં (Mathura) ઢોંસા વેચનાર એક દુકાનદારે આરોપ લગાવ્યો છે કે કેટલાક સ્થાનિક લોકોએ તેની દુકાન પર તોડફોડ (Mathura Shop Vandalized) કરી છે. આ મામલાને લઈ મથુરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. FIR મુજબ, ઢોંસાની દુકાન એક મુસ્લિમ (Muslim man running Dosa stand) ચલાવે છે. તેણે પોતાની દુકાનનું નામ ‘શ્રીનાથ’ રાખ્યું હતું. લોકોને ગુસ્સો એ વાત પર આવ્યો હતો કે તેણે મુસ્લિમ હોવા છતાંય પોતાની દુકાનનું નામ હિન્દુના નામ પર કેમ રાખ્યું. આ મામલાને લઈ તોડફોડ અને હોબાળાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
FIR મુજબ, 18 ઓગસ્ટે કેટલાક લોકો ઈરફાનના સ્ટોલ પર પહોંચ્યા અને પૂછ્યું કે તેણે દુકાનનું નામ શ્રીનાથ કેમ રાખ્યું છે? ત્યારબાદ આવેલા ટોળાએ દુકાનનું બેનર ફાડીને હટાવી દીધું. આ ઉપરાંત ટોળાએ ઈરફાનને મથુરાના વિકાસ માર્કેટથી દુકાન હટાવી લેવાની પણ ચીમકી આપી છે.
દુકાનદારનો આરોપ
સ્ટોલના કામદારોએ કહ્યું કે, આ દુકાન રાહુલ નામના સ્થાનિક રહેવાસીની છે. તે તેને ચલાવવા માટે ઈરફાનને દરરોજ 400 રૂપિયા આપે છે. સ્ટોલ ચલાવનાર ઇરફાને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ને કહ્યું, “અમે તેને છેલ્લા પાંચ વર્ષથી ચલાવી રહ્યા છીએ; નામ સાથે ક્યારેય સમસ્યા નહોતી. અમે વિચાર્યું પણ નહોતું કે કોઈ સમસ્યા આવી શકે છે. તે દિવસે કેટલાક લોકો આવ્યા અને બેનરો ફાડ્યા અને કહ્યું કે મુસ્લિમ લોકો હિન્દુ નામથી દુકાન ચલાવી શકતા નથી. તેને નામની સમસ્યા હોવાનું લાગતું હતું.
વીડિયો થયો વાયરલ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં કેટલાક લોકો ઢોંસા વેચનારને કથિત રીતે હેરાન કરતા જોઇ શકાય છે. આરોપીને કથિત રીતે ઈરફાનને એવું કહેતા સાંભળી શકાય છે કે, ‘હિંદુ ખાવા આવશે’ કારણ કે સ્ટોલનું નામ શ્રીનાથ છે.
આર્થિક જેહાદનો આરોપ
આ ઘટનાનો એક વીડિયો બાદમાં ફેસબુક પર ભીડનું નેતૃત્વ કરી રહેલા દેવરાજ પંડિત દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો તેણે દુકાનદાર પર ‘આર્થિક જેહાદ’નો આરોપ લગાવ્યો છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેમના જેવા લોકોને કારણે હિન્દુઓને રોજગારી મળતી નથી. પંડિતે તેના ફેસબુક ફોલોઅર્સને આવા વિક્રેતાઓ સામે બળવો કરવાની અપીલ કરી હતી. રસપ્રદ વાત એ છે કે પંડિત પૂજારી યતિ નરસિંહાનંદ સરસ્વતીના ભક્ત તરીકે જાણીતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..