ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો: પોલીસે ઝારખંડથી 2 આરોપીઓને પકડ્યા, લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની કબુલાત

દિવાળીની આગલી સાંજે જ ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતિની કરપીણ હત્યા કેસનો ભેદ ઉકેલાઇ ગયો છે. પોલીસે ઝારખંડથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને બંનેએ કબૂલ્યું છે કે લૂંટના ઇરાદે આ હત્યા કરી હતી. આરોપીઓનું કહેવું છે કે અમને કોઇ જોઇ જશે એવો ડર લાગ્યો એટલે અમે ત્યાંથી ભાગી ગયા હતા.

પોલીસે જ્યારે લોહીથી લથબથ બેડરૂમ અને ઘરમાં અન્ય જગ્યાએ ચકાસણી કરી તો ઘરમાં પડેલા રોકડા રૂ.15,000 તથા મૃતક વિજયાલક્ષ્મીબહેને પહેરેલા સોનાના દાગીના સહિત ઘરમાં કોઈ જ કિંમતી વસ્તુ ગાયબ ન હોવાની હકીકત બહાર આવી હતી. પરિણામે, લૂંટનો ઈરાદો પાર પાડવા હત્યા કરવામાં આવી હોવાની વાત પર આશંકા હતી. હત્યાના ભેદને ઉકેલવા માટે ઘાટલોડિયા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના 70 જેટલા અધિકારી-કર્મચારીઓ તપાસમાં રોકાયા હતા.

દયાનંદભાઈ અને વિજયાલક્ષ્મીબહેનના ગળે એક જ જીવલેણ ઘા કરવામાં આવ્યો હતો. દંપતિના મૃત્યુનો અંદાજિત સમય જોતાં બંનેની લગભગ એકસાથે જ હત્યા થઈ હોવાનું જણાતું હોવાથી ઘરમાં બે હત્યારા ઘૂસ્યા હોવાનું પહેલેથી જ માનવામાં આવી રહ્યું હતું.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના આરએમડી વિભાગના મેનેજર તરીકે નોકરી કરતા કીરણ સાનભાગના વૃધ્ધ પિતા દયાનંદભાઈ અને માતા વિજયાલક્ષ્મીબેન હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો