આ ટેકનિકથી બારેમાસ ઉગાડી શકશો શાકભાજી

કૃષિ વિજ્ઞાનમાં થયેલી પ્રગતિના કારણે ખેડૂતોને ચોક્કસપણે તેનો લાભ થયો છે. કે આખા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડવા માટે આપણે સક્ષમ થયા છે. તેની પાછળ જવાબદાર કારણમાં મલ્ચિંગ ટેકનિક છે. પાણીના મર્યાદિત સ્ત્રોત એક મોટો પડકાર છે જે મલ્ચિંગ પદ્ધતિથી દૂર થાય છે.

આપણા માનવ શરીરને જરૂરી પોષક તત્વોમાં પ્રદાન કરવામાં મહત્તવપૂર્ણ ભૂમિકા શાકભાજી ભજવતા હોય છે. આથી સ્વાભાવિક છે કે, જો આપણા રોજિંદા આહાર સૂચિમાં શાકભાજીની બાદબાકી કરવામાં આવે તો આપણા શરીરને જરૂરી પોષકતત્વોની યાદીમાંથી 50 ટકા પોષકતત્વો ઓછા થઈ જાય.

આજના કૃષિ વિજ્ઞાન આ મુદ્દે સતત ચિંતન અને અભ્યાસ કરતા રહે છે અને તેમની પ્રગતિના કારણે આજે આપણે તમામ પ્રકારના શાકભાજી ઉગાડવામાં સક્ષમ બન્યા છે. તેથી જ આપણે આજના સમયમાં આખા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના શારભાજીની મોજ માણી શકીએ છીએ. જેમકે, જેમકે, ઉનાળામાં ફુલાવર અને ગાજરનો સ્વાદ માણી શકીએ છીએ. કૃષિ વિજ્ઞાનમાં થયેલી આ પ્રગતિના કારણે ખેડૂતોને ચોક્કસપણે તેનો લાભ થયો છે. જો કે, અહીં નોંધનીય છે કે આખા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડવા માટે આપણે સક્ષમ થયા છે. તે શક્ય બન્યું છે. તેની પાછળ જવાબદાર કારણમાં મલ્ચીંગ તકનીક છે. આ તકનીક વગર બારેમાસ શાકભાજી શક્ય જ ન બની શક્યાં હોત.

કૃષિ ક્ષેત્રમાં પાણીના પડકારને પહોંચી વળવા માટે મલ્ચિંગ પદ્ધતિ શ્રેષ્ઠ ઉપાય

આજના સમયમાં ખેડૂત માટે વાતાવરમાં ફેરફાર અને પાણીના મર્યાદિત સ્ત્રોત એક મોટો પડકાર છે. તેની સામે શાકભાજીની વધતી જતી માંગને અને આબોહવામાં થતા પરિવર્તનના કારણે આજે વિશ્વમાં કૃષિ માટે પાણીનો લઘુત્તમ ઉપયોગ થાય તે સાથે મહત્તમ અનાજ અને શાકભાજીના ઉત્પાદન થાય તે વિચાર પ્રેરક બન્યો છે અને અમુક દેશો આ વિચાર પર કામ પણ કરી રહ્યાં છે. તો બીજી તરફ કૃષિ વૈજ્ઞાનિકો અને ઇજનેરો આ દિશામાં અવિરત કામ કરી રહ્યા છે.

એક ખેડૂત જ્યારે શાકભાજીના વાવેતરની પસંદગી કરતી વખતે ખેડૂતનો પહેલેથી જ ખ્યાલ હોય છે કે, ચોક્કસ વિસ્તારમાં વાવેતર કરતી વખતે કેટલા પાણીની જરૂરિયાત પડશે. કોઈ ચોક્કસ વિસ્તારમાં પરિસ્થિતિ ગરમ, ઠંડી અથવા તો, સમશીતોષ્ણ હોઈ શકે છે. વૈશ્વીક સ્તરે જે આબોહવામાં પરિવર્તન અને તાપમાનમાં થતાં ફેરફારની ચોક્કસ અસર થાય છે.

મલ્ચિંગ પદ્ધતિ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

જયારે સેન્દ્રિય પદાર્થોથી જમીનની સપાટીને કવર કે તેવા પર સ્તર બનાવવામાં આવે અને તેનાથી બાષ્પીભવન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને જમીનનું તાપમાન જાળવાઈ રહે છે. ઉપરાંત નીંદણને વધતો થતા અટકાવે છે. આ પ્રક્રિયાને મલ્ચિંગ કહેવામાં આવે છે.

જમીનમાં મલ્ચિંગથી પાણી અને ભેજ જ‌ળવાયેલો રહે છે

– તેના વિષે જો વાત કરીએ તો, શાકભાજીના છોડ દ્વારા હવામાં પાણીની માત્રા અને બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા આસપાસની જમીનમાંથી છોડની વાસ્તવિક પાણીની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. જમીનમાંથી બાષ્પીભવનની પ્રક્રિયામાં ઘટાડો થયા પછી છોડની પાણીની જરૂરિયાતમાં પણ ઘટાડો થાય છે. જેથી સૂર્યના તેજ કિરણોથી બચાવ કરવામાં મદદ મળે છે. આ પ્રક્રિયાને મલ્ચિંગ કહેવામાં આવે છે.

– મલ્ચિંગથી છોડ દ્વારા થતી બાષ્પીભવનની ક્રિયા ધીમી પડી જાય છે અને જમીનમાં પાણીની માત્રા જળવાઈ રહે છે જેથી જમીનમાં પુરતા પ્રમાણમાં ભેજ સચવાયેલો રહે છે. આથી ઉનાળામાં જમીન ઠંડી અને શિયાળામાં જમીન ગરમ રાખવા માટે મલ્ચિંગ ઉપયોગી સાબિત થાય છે. મૂળની યોગ્ય વૃદ્ધિ માટે અને જમીનના પોષક તત્વોમાં સુધારો કે વધારો કરવા માટે આ મહત્વપૂર્ણ પ્રક્રિયા બની રહે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો