એક વૃદ્ધા પાસે જે પણ હતું એ બધું જ ભગવાનને ચઢાવી દેતી, રોજ સવારે ઘરનો કચરો પણ ભગવાનને ધરાવી દેતી હતી અને કહેતી, તારું તને જ અર્પણ. ગામના લોકોએ જ્યારે આ જોયું ત્યારે કહ્યું, આ તો હદ જ કહેવાય. ફૂલ ચઢાવો, મિઠાઇ ચઢાવો, પરંતુ ભગવાનને કચરો કેવી રીતે ચઢાવાય? જાણો પછી શું થયું?
આચાર્ય રજનીશ ઓશોના નામથી પણ ઓળખાય છે, તેઓ એક આધ્યાત્મિક ગુરૂ હતા. ઓશોએ જણાવેલ ઘણી વાતોમાં સુખી અને સફળ જીવનનાં સૂત્રો છે. બધા જ લોકો મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવવા ભગવાનની પૂજા કરે છે, પરંતુ તેનાથી બધાંની ઇચ્છાઓ પૂરી નથી થતી. ઓશોએ એક વાર્તામાં જણાવ્યું છે કે, ભગવાન કેવા લોકો પર પ્રસન્ન થાય છે. જાણો આ આખી વાર્તા
પૌરાણિક સમયમાં એક વૃદ્ધા એવી હતી, જે પોતાની પાસે જે પણ હોય એ બધુ જ ભગવાનને ધરાવી દેતી હતી. સવારે ઘરમાંથી જે કચરો નીકળે તે પણ જઈને મંદિરમાં ભગવાન સામે ધરાવી દેતી હતી અને કહેતી, તારું તને જ અર્પણ. ગામના લોકોએ જ્યારે આ સાંભળ્યું ત્યારે કહ્યું, આ તો હદ જ કહેવાય. ફૂલ ચઢાવો, મિઠાઇ ચઢાવો, પરંતુ ભગવાનને કચરો કેવી રીતે ચઢાવાય?
એક દિવસ એક સાધુ આ ગામમાંથી પસાર થયા ત્યારે તેણે આ વૃદ્ધાને મંદિર તરફ જતી જોઇ અને જોયું કે તે ભગવાન તરફ કચરો ફેંકી બોલી, તારું તને જ સમર્પિત.
આ સાધુએ કહ્યું, બહેન ઊભી રહે, મેં મોટા-મોટા સંત જોયા છે, આ તું શું કહી રહી છે.
વૃદ્ધાએ ભગવાન તરફ ઈશારો કરી કહ્યું કે, મને ન પૂછો, આમને જ પૂછો. મેં જ્યારે મારું બધું જ આપું દીધું તો, કચરો મારી પાસે કેમ રાખું? હું એટલી પણ ગાંડી નથી.
એ રાત્રે સાધુએ એક સપનું જોયું, જેમાં તે સ્વર્ગમાં ઊભા હતા અને તેમની સામે ભગવાન હતા. ભગવાન સોનાના સિંહાસન પર બિરાજિત છે. સવાર પડી રહી હરી, પક્ષી ગીત ગાઇ રહ્યાં હતાં, ત્યાં અચાનક જ કચરો ભરેલ એક વાટકી ભગવાન સામે આવવા લાગી.
સાધુએ ભગવાનને કહ્યું કે, આ વૃદ્ધા એક દિવસ પણ નથી ચૂકતી. હું ઓળખું છું આ મહિલાને. મેં તેને કાલ જ જોઇ હતી અને કહ્યું હતું કે, તું આ શું કરી રહી છે?
સાધુ લગભગ એક કલાક સ્વર્ગમાં રહ્યા. તે ઘણા લોકોને જાણતા હતા, જે રોજ સવારે ભગવાનને ફૂલ, મિઠાઇ વગેરે ચઢાવે છે, પરંતુ તેમાંની કોઇ જ વસ્તુ ભગવાન સુધી ન પહોંચી.
સાધુએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમને ફૂલ ચઢાવનારા લોકો પણ છે, જેઓ રોજ પાડોસીઓના ઝાડ પરથી ફૂલ તોડે છે અથવા આસપાસનાં ઝાડ પરથી ફૂલ તોડે છે અને ચઢાવે છે, પરંતુ આ ફૂલ તો અહીં દેખાતાં નથી.
ભગવાને આ સાધુને કહ્યું કે, જેઓ અડધું-અધૂરું ચઢાવે છે, એ મારા સુધી નથી પહોંચતું. આ મહિલા તેનું બધું જ મને ચઢાવી દે છે, તે પોતાની પાસે કઈંજ નથી બચાવતી, જે પણ હોય તે બધુ જ ચઢાવી દે છે. જે પોતાનું બધું જ મને સમર્પિત કરી દે છે, તે ચઢાવો જ મારા સુધી પહોંચે છે.