ગુરુ એક મહત્વપૂર્ણ ગ્રંથ લખી રહ્યાં હતાં. જ્યારે તેમનો ગ્રંથ છેલ્લા ચરણમાં હતો ત્યારે તેમને આભાસ થઈ ગયો કે હવે તે વધુ દિવસ જીવિત નહીં રહે એટલે મરતી વખતે ગુરુએ કહ્યું અધૂરો ગ્રંથ મારો પુત્ર નહીં મારો અભણ શિષ્ય પૂરો કરશે, જાણો આવું કેમ કહ્યું

જાણીતી કથા પ્રમાણે જૂના સમયમાં એક સંતના આશ્રમમાં એક શિષ્ય હતો જે અભણ હતો, પરંતુ તે પોતાના ગુરુ પ્રત્યે પૂરી શ્રદ્ધા રાખતો હતો. ગુરુએ બતાવેલું દરેક કામ પૂરી ઈમાનદારીથી કરતો હતો. તેની એક બીજી આદત હતી, તે ખાવાનો ખૂબ જ શોખીન હતો. તે ગુરુનો સૌથી પ્રિય શિષ્ય હતો. આશ્રમના બધા શિષ્ય તેને વધુ મહત્વ આપતાં ન હતાં, કારણ કે બધા શિષ્યો શાસ્ત્રોના જાણકાર હતા અને આશ્રમમાં ખાન-પાન સાથે જોડાયેલાં બધા નિયમોનું પાલન કરતાં હતાં.

તેમના ગુરુ એક મહત્વપૂર્ણ ગ્રંથ લખી રહ્યાં હતાં. જ્યારે તેમનો ગ્રંથ છેલ્લા ચરણમાં પહોંચ્યો તો તેમને આભાસ થઈ ગયો કે હવે તે વધુ દિવસ જીવિત નહીં રહે અને આ ગ્રંથ અધૂરો રહી જશે. તેમને બધા શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે હવે મારો સમય નજીક આવી ગયો છે. હું ઈચ્છું છું કે મારો આ ગ્રંથ મારો પ્રિય શિષ્ય જ પૂરો કરે.

આ સાંભળતાની સાથે જ બધા શિષ્યોને નવાઈ લાગી રહી હતી. તેમને કહ્યું કે ગુરુદેવ હવે તો તમારો પુત્ર પણ શાસ્ત્રી બની ગયો છે. આ કામ તે પૂરું કરી શકે છે, પરંતુ એક અભણ વ્યક્તિ ગ્રંથને પૂરો કેવી રીતે કરશો?

સંતે કહ્યું કે આ વાત સાચી છે કે મારો પુત્ર પણ યોગ્ય છે, પરંતુ તે મને એક ગુરુથી વધુ પિતા માને છે. ગુરુ માટે જે શ્રદ્ધા અને ઈમાનદારી હોવી જોઈએ, તે મારા પુત્રમાં નથી. જ્યારે મારા પ્રિય શિષ્યમાં મારા માટે પૂરી શ્રદ્ધા છે, નિષ્ઠા છે. તે મારી દરેક આજ્ઞાનું પાલન ઈમાનદારીથી કરે છે. એટલે મને વિશ્વાસ છે કે આ અધૂરું કામ તે જ પૂરુ કરી શકે છે. જો તમે ઈચ્છો તો પહેલાં મારા પુત્ર પાસે આ કામ કરાવીને જોઈ લેજો, પરંતુ મને વિશ્વાસ છે કે આ ગ્રંથ તે પૂરો નહીં કરી શકે.

બોધપાઠ

આ નાનકડી કથાની શીખ એ છે કે જો આપણા મનમાં કોઈ કામ માટે કે કોઈ વ્યક્તિ માટે પૂરી શ્રદ્ધા અને ઈમાનદારી હોય તો આપણે કામમાં અને સંબંધોમાં સફળતા જરૂર પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ગુણોને લીધે જ સંબંધો અતૂટ બને છે. જે લોકોમાં આ ગુણ હોય છે, તેઓ જ પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે.

આ પણ વાંચજો – સ્વામી વિવેકાનંદના જ્ઞાન અને બુદ્ધિની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી હતી, એવામાં એક વ્યક્તિએ સ્વામીજીનો મજાક ઉડાવવા પ્રશ્ન પુછ્યો કે કબીરદાસજીએ દાઢી શા માટે રાખી હતી? જાણો પછી સ્વામીજીએ શું જવાબ આપ્યો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો