યમરાજે એક યુવકને ખુશ થઈને આપ્યું દિવ્ય પુસ્તક અને કહ્યુ કે આમા તું જે લખીશ તે જ થશે, તું ભાગ્ય પણ બદલી શકે છે પરંતુ તારી પાસે સમય ઘણો ઓછો છે.
પ્રાચીન લોકકથા મુજબ એક યુવક યમરાજને મળ્યો પરંતુ તે તેમને ઓળખી ન શક્યો. તેણે યમરાજને પાણી પીવડાવ્યું. તેના પછી યમરાજે યુવકને કહ્યુ કે હું તારા પ્રાણ લેવા આવ્યો છું પરંતુ તે મને પાણી પીવા માટે આપ્યું એટલે હું તારાથી ખુશ છું. હું તને એક તક આપું છું, તું તારું ભાગ્ય બદલી શકે છે. આવું કહીને યમરાજે એક દિવ્ય પુસ્તક યુવકને આપી અને કહ્યુ કે આ પુસ્તકમાં તારા નામનું એક પેજ છે. ત્યાં તું પોતાના માટે જે ઈચ્છે છે, તે લખી શકે છે. જેવું લખીશ, એવું જ થશે. તું તારી મૃત્યુ પણ ટાળી શકે છે, ભાગ્ય બદલી શકે છે પરંતુ એક વાતનું ધ્યાન રાખજે, તારી પાસે વધુ સમય નથી. એટલે જલદી જ પોતાના માટે કંઈક લખવા ઈચ્છે છે તો લખી દેજે.
યુવકે પુસ્તક હાથમાં લીધુ અને જેમ તેણે પુસ્તક ખોલ્યું તેમાં લખ્યું હતું કે તારા મિત્રને ખજાનો મળવાનો છે.
યુવકે ત્યાં લખી દીધું કે તેને ખજાનો ન મળે. બીજું પેજ ખોલ્યું તો તેના ઉપર લખ્યું હતું કે તારો પાડોસી રાજાનો મંત્રી બનવાનો છે.
યુવકે ત્યાં લખી દીધું કે તે મંત્રી ન બને. થોડી જ વારમાં તેને પોતાના નામનું પેજ મળ્યું, તે સ્વયં માટે સારું-સારું લખવા માટે વિચારવા લાગ્યો પરંતુ જેવો તે લખવા જઈ રહ્યો હતો, યમરાજે તેની પાસેથી પુસ્તક લઈ લીધું.
યમરાજે યુવકને કહ્યુ કે હવે તારો સમય ખતમ થઈ ગયો છે. તું બીજાનું ખરાબ કરવાના ચક્કરમાં પોતાનું સારું ન કરી શક્યો. યુવકને પસ્તાવો થવા લાગ્યો કે તેણે ગોલ્ડન તક ગુમાવી દીધી. તેના પછી યમરાજે તે યુવકના પ્રાણ લઈ લીધા.
બોધપાઠ
આ કથાથી શીખ મળે છે કે ઘણા લોકો બીજાનું ખરાબ વિચારતા રહે છે, મોકો મળવા પર બીજાનું ખરાબ કરે છે, તેના ચક્કરમાં તે ઘણી વખત પોતાનું સારું કરવાની તક ગુમાવી દે છે. આપણે બીજાનું સારું ન કરી શકીએ તો કંઈ નહીં પરંતુ કોઈનું ખરાબ ન કરવું જોઈએ. આ સાચી માનવતા છે. જો તે યુવક પોતાના મિત્ર અને પાડોસીનું ખરાબ ન વિચારતો તો સ્વયંનો ભાગ્ય બદલી શકતો હતો પરંતુ તેણે પહેલા તેમનું ખરાબ વિચાર્યુ અને પછી પોતાના પ્રાણ ન બચાવી શક્યો.