સંતને ગામના લોકોએ જણાવ્યું કે કૂવાનું પાણી પીવાલાયક નથી, કારણ કે ત્રણ કૂતરા ઝઘડો કરતા-કરતા તેમાં પડીને મરી ગયા છે, દુર્ગંધ આવી રહી છે, સંતે પાણી સાફ કરવાના ઉપાય જણાવ્યા પરંતુ બધા નિષ્ફળ થઈ ગયા, જાણો કેમ?

એક ગામમાં 3 કૂતરા વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો અને ઝઘડો કરતા-કરતા તે કૂવામાં પડીને મરી ગયા. થોડાં દિવસ પછી ત્યાં એક સંત આવ્યા. ગામના લોકોએ સંતને જણાવ્યું કે તેમના ગામમાં એક જ કૂવો છે અને તેનું પાણી ખરાબ થઈ ગયું છે કારણ કે તેમાં 3 કૂતરા મરી ગયા છે. અમે પાણી માટે ખૂબ પરેશાન થઈ રહ્યા છીએ. કૃપા કરીને પાણી સાફ કરવાનો કોઈ ઉપાય જણાવો.

સંતે કહ્યુ કે કૂવામાં ગંગાજળ નાખી દો. ગામના લોકોએ તેમાં 10-15 ડોલ ગંગાજળ નાખી દીધું.

તેના પછી પણ પાણીની દુર્ગંધ દૂર ન થઈ તો બધા પાછા સંત પાસે ગયા. સંતે આ વખતે કહ્યુ કે પાણીમાં ફૂલોનો રસ નાખી દો, અત્તર નાખી દો.

ગામના લોકોએ સંતની વાત માનીને ફૂલોનો રસ અને અત્તર પણ નાખી દીધું. તેના પછી પણ પાણીની સ્થિતિ એવી જ હતી.

બધા સંતે પાસે ગયા તો સંતે કહ્યુ કે હું સ્વયં જઈને જોઇશ. પાણી શુદ્ધ કેમ નથી થઈ રહ્યું?

સંત જેવા કૂવા પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે કૂવામાં ત્રણેય મૃત કૂતરાના શબ હજુ પણ હતા. ત્યારે સંતે કહ્યુ કે જ્યાં સુધી તમે આ ત્રણેય શબ બહાર નહીં કાઢો ત્યાં સુધી આ પાણી પીવાલાયક કેવી રીતે હોય શકે છે. તમે લોકો આ જ તો ભૂલ કરી રહ્યા છો. પહેલા આ ત્રણેય શબને બહાર કાઢો, પછી પાણીને સાફ કરવાના ઉપાય કરો.

બોધપાઠ

સંતે ગામના લોકોને આ પ્રસંગના માધ્યમથી એક શીખ પણ આપી. સંતે કહ્યુ કે આ ત્રણેય કૂતરા આપણી ત્રણ ખરાબ આદતો જેવા છે. આ આદતો છે લોભ, કામ અને ક્રોધ. જ્યાં સુધી આપણાં મનમાં આ ત્રણેય બુરાઇઓ છે ત્યાં સુધી આપણું મન સાફ નથી થઈ શકતું. જો મનમાં આ 3 ભાવ છે તો આપણે કેટલી પણ તીર્થ યાત્રાઓ કરી લઈએ, પૂજા-પાઠ કરી લઇએ, આપણું કલ્યાણ નથી થઈ શકતું. આ 3 આદતોના રહેતા આપણે ભક્તિ પણ નથી કરી શકતા.

આ પણ વાંચજો – ખેડૂત વૃક્ષ નીચે સૂતો હતો ત્યારે શિયાળ એક સસલાનો પીછો કરતા ત્યાં આવ્યો, ગભરામણના કારણે સસલું મરી ગયું, ખેડૂતે સસલાને ઉપાડ્યું અને પકાવીને ખાઇ લીધું, બીજા દિવસે ફરી ખેડૂત તે વૃક્ષ પાસે ગયો, ત્યાં અનેક સસલા રમતા હતા, જાણો પછી શું થયું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો