સિકંદર એક નાગા સાધુને પોતાની સાથે લઈ જવા માંગતો હતો, પણ સાધુએ ઇન્કાર કરી દીધો તો સિકંદરે તલવાર કાઢીને સાધુની ગરદન પર રાખી દીધી, ત્યારે સંતે કહ્યુ કે તું તો મારા ગુલામનો પણ ગુલામ છે, જાણો તેના પછી શું થયું?

એલેક્ઝાન્ડરને ભારતમાં સિકંદરના નામથી પણ ઓડખવામાં આવે છે. સિકંદરના સંબંધમાં એક ખૂબ જ પ્રસિદ્ધ વાત છે જેમાં તે એક સાધુથી હારી ગયો હતો. જાણો આ સંપૂર્ણ પ્રસંગ.

સિકંદર જ્યારે ભારત આવ્યો ત્યારે તેણે અનેક સામ્રાજ્ય જીત્યા પછી પણ સંતુષ્ટ નહોતો થયો. તેને એક જ્ઞાની સંતની શોધ હતી. તે ઈચ્છતો હતો કે તે ભારતથી કોઈ જ્ઞાની સંતને પોતાની સાથે લઈ જશે. કેટલાક લોકોના જણાવવા પર તે પોતાની ફોજની સાથે એક નાગા સાધુ પાસે પહોંચ્યો.

સિકંદરે જોયું કે તે સંત કપડાં પહેર્યા વિના વૃક્ષની નીચે ધ્યાન કરી રહ્યા છે. એલેક્ઝાન્ડર અને તેની સેનાએ સંતના ધ્યાનથી બહાર આવવાની પ્રતીક્ષા કરી. જેમ સંતનું ધ્યાન તૂટ્યુ, આખી સેના એક સ્વરમાં નારા લગાવવા લાગી – ‘એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ’ સંત તેમને જોઇને હસ્યા.

સિકંદરે સંતને જણાવ્યુ કે તે તેમને પોતાની સાથે લઈ જવા ઈચ્છે છે. સંતે જવાબ આપ્યો કે તારી પાસે એવું કંઈ નથી જે તું મને આપી શકે. જે મારી પાસે ન હોય. હું જ્યાં છું, જેવો છું, ખુશ છું. મને અહીં રહેવા દો. હું તમારી સાથે નથી આવી રહ્યો.

એલેક્ઝાન્ડરની સેનાને આ વાત પર ગુસ્સો આવ્યો કારણ કે તેમના સમ્રાટની ઈચ્છાને એક સામાન્ય સંતે નકારી દીધી હતી. સિકંદરે પોતાની સેનાને શાંત કરી.

તેણે સંતને કહ્યુ કે મને જવાબમાં ‘ના’ સાંભળવાની આદત નથી. તમારે આવવું જ પડશે.

તેના પર સંતે જવાબ આપ્યો કે તું મારા જીવનના નિર્ણય નથી લઈ શકતો. મેં નિર્ણય લીધો છે કે હું અહીં જ રહીશ તો હું અહીં જ રહીશ. તું જઈ શકે છે.

આ સાંભળીને એલેક્ઝાન્ડર ગુસ્સે થઈ ગયો. તેણે પોતાની તલવાર કાઢી અને સંતની ગરદન પર રાખી દીધી. તે બોલ્યો કે હવે બતાવ, જીવન જોઈએ કે મોત?

સંતે પોતાની વાત પર કાયમ રહ્યા. તેમણે કહ્યુ કે જો તું મને મારી નાખે તો સ્વયંને પછી ક્યારેય એલેક્ઝાન્ડર ઘ ગ્રેટ ન કહેતો કારણ કે તારામાં મહાન પુરુષ જેવી કોઈ વાત નથી. તું તો મારા ગુલામનો પણ ગુલામ છો.

આ સાંભળીને સિકંદરને આંચકો લાગ્યો. તે એક એવો વ્યક્તિ છે જેણે પૂરી દુનિયા જીતી છે અને એક સાધુ તેને પોતાના દાસનો દાસ કહી રહ્યો છે. એલેક્ઝાન્ડરે પૂછ્યુ કે તું કહેવા શું ઈચ્છે છે?

સંતે જવાબ આપ્યો કે હું જ્યાં સુધી ન ઈચ્છું ત્યાં સુધી મને ગુસ્સો નથી આવતો. ગુસ્સો મારો ગુલામ છે. જ્યારે ગુસ્સાને જ્યારે લાગે ત્યારે તારા ઉપર હાવિ થઈ જાય છે. તું તારા ગુસ્સાનો ગુલામ છો. ભલે તે આખી દુનિયા જીતી હોય પરંતુ રહીશ તો તું મારા દાસનો દાસ.

આ સાંભળીને સિકંદર દંગ રહી ગયો. તેણે શ્રદ્ધાથી સંતની આગળ માથું ઝૂકાવી દીધુ અને પોતાની સેના સાથે પાછો જતો રહ્યો.

બોધપાઠ

આ પ્રસંગથી શીખ મળે છે કે જે વ્યક્તિ ગુસ્સા ઉપર નિયંત્રણ કરી લે છે તે જીવનમાં કાયમ સુખી રહે છે. જે લોકો આપણાં ગુસ્સાનો શિકાર થાય છે તે આપણાંથી ડરવા લાગે છે. દૂર રહેવા લાગે છે. ડર અને પ્રેમ ક્યારેય એક સાથે નથી રહેતા. લોકો આપણેથી દૂર થાય છે તો આપણે માત્ર તેમને જ નહીં પરંતુ તેમના પ્રેમને પણ ગુમાવી દઈએ છીએ. એટલે ગુસ્સાને કંટ્રોલ કરી લેવો જોઈએ.

આ પણ વાંચજો : એક રાજાને ત્રણ પત્નીઓ હતી, બે પત્નીઓને રાજા ખૂબ જ પ્રેમ કરતો હતો, કારણ કે બંને સુંદર હતી પણ ત્રીજી પત્નીની રાજા બિલકુલ કદર કરતો ન હતો, થોડા સમય પછી રાજાને ગંભીર બીમારી થઈ જાણો પછી શું થયું

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો