એક શેઠને આંખમાં ઇન્ફેક્શન થઈ ગયુ, ડૉક્ટરે કહ્યુ – તમારે સાત દિવસ સુધી માત્ર લીલો રંગ જ જોવાનો છે, શેઠને સમજમાં નહોતું આવી રહ્યુ કે શું કરવું, ત્યારે તેના નોકરે જણાવ્યો આ સમસ્યાનો ઉકેલ

કોઈ શહેરમાં એક અમીર વ્યક્તિ રહેતો હતો. તેને પોતાના રૂપિયા ઉપર ખૂબ અહંકાર હતો. એક વખત કોઈ કારણથી તેની આંખોમાં ઇન્ફેક્શન થઈ ગયુ. તેણે શહેરના સૌથી મોટા આંખના ડૉક્ટર પાસે સારવાર કરાવી પરંતુ તેને કોઈ ફાયદો ન થયો.

આંખોની સારવાર માટે તે વિદેશ પણ ગયો અને અનેક હકીમ તથા વૈદ્યોને બતાવ્યુ. એક ડૉક્ટરે તેને જણાવ્યુ કે તમારી આંખો ઠીક થઈ તો શકે છે પરંતુ તેના માટે તમારે 7 દિવસો સુધી માત્ર લીલો રંગ જ જોવાનો છે, કોઈ અન્ય રંગ નહીં.

શેઠે વિચાર્યુ કે આવું કેવી રીતે થઈ શકે છે કે 7 દિવસ હું માત્ર લીલો રંગ જ જોવું. પછી તેણે પોતાના નોકરોને કહ્યુ કે આખા બંગલાને લીલો રંગ કરી દો અને બંગલામાં જે પણ વસ્તુ છે તેને હટાવીને લીલા રંગની વસ્તુઓ રાખી દો, જેથી હું જ્યાં પણ જોવું, મને માત્ર લીલો રંગ જ દેખાય.

શેઠનો નોકર સમજદાર હતો. જ્યારે તેને આખી વાત ખબર પડી તો તે શેઠ પાસે ગયો અને કહ્યુ કે – આખા બંગલાને લીલો રંગ કરવામાં તો વધુ ખર્ચ થઈ જશે. હું તમને એક એવો ઉપાય જણાવી શકું છું, જેનાથી થોડાં જ રૂપિયામાં તમારી સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

શેઠે પૂછ્યુ – એ કેવી રીતે? નોકરે કહ્યુ – તમે એક લીલા કાચવાળા ચશ્મા ખરીદી લો. તેનાથી તમને બધુ જ લીલું દેખાશે અને તમારો ખર્ચ પણ બચી જશે. શેઠને લાગ્યુ કે આ તો ખૂબ જ સરળ ઉપાય છે, હું વ્યર્થમાં આટલા રૂપિયા ખર્ચ કરવા જઈ રહ્યો હતો.

બોધપાઠ

ઘણી વખત મુશ્કેલી મોટી હોય છે, પરંતુ તેનો ઉકેલ ખૂબ નાનો હોય છે. એટલે આપણે દરેક વિકલ્પ ઉપર વિચાર કર્યા પછી જ કોઈ નિર્ણય લેવો જોઈએ, નહીં તો પાછળથી પોતાની જ મૂરખતા ઉપર પસ્તાવો કરવો પડી શકે છે.

આ પણ વાંચજો – બાદશાહને એક ફકીરથી હતો વિશેષ પ્રેમ, કાયમ રાખતો હતો તેને પોતાની સાથે, એક દિવસ બંને શિકાર માટે ગયા, રાજાને એક ફળ મળ્યુ તો તેણે કર્યા 6 ટુકડા, ફકીરે ખાઇ લીધા 5 ટુકડા તો રાજા થઈ ગયા ગુસ્સે પરંતુ છેલ્લો ટુકડો ચાખ્યો તો ખબર પડી હકીકત

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો