એક રાજા રોજ સવારે કોઈ એક ગરીબ વ્યક્તિની ઈચ્છા પૂરી કરતો હતો. એક સંત રાજાના દરબારમાં આવ્યા અને બોલ્યાં કે મહારાજ મારા આ વાસણને સોનાના સિક્કાથી ભરી દો. રાજાએ કહ્યું કે આ તો નાનકડું કામ છે. હું હમણાં જ ભરી દઉં છું. પણ પછી જે થયું એ આશ્ચર્ય પમાડે તેવું છે જાણો.
લોકકથા પ્રમાણે એક રાજા રોજ સવારે કોઈ એક ગરીબ વ્યક્તિની ઈચ્છા પૂરી કરતો હતો. એક સંત રાજાના દરબારમાં આવ્યા અને બોલ્યાં કે મહારાજ મારા આ વાસણને સોનાના સિક્કાથી ભરી દો. રાજાએ કહ્યું કે આ તો નાનકડું કામ છે. હું અત્યારે જ તેને ભરી દઉં છું.
રાજાએ પોતાની પાસે રાખેલાં સિક્કા તે વાસણમાં નાખ્યાં, પરંતુ બધા સિક્કા ગાયબ થઈ ગયાં. રાજાને આ જોઈને આશ્ચર્ય થયું. રાજાએ પોતાના ખજાનામાંથી બીજી સોનાની મુદ્રાઓ મંગાવી. રાજા જેમ-જેમ સિક્કાઓ તે વાસણમાં નાખતો જતો, તેમ-તેમ તે ગાયબ થતી જતી હતી. ત્યારબાદ ધીરે-ધીરે રાજાનો આખો ખજાનો ખાલી થઈ ગયો.
રાજા વિચારવાં લાગ્યાં રે આ કોઈ ચમત્કારી વાસણ છે. આ રીતે ભરાઈ નહીં શકે. રાજાએ સંતને પૂછ્યું કે આ વાસણનું રહસ્ય શું છે? સંતે જવાબ આપ્યો કે મહારાજ આ પાત્ર આપણા મનથી બનેલું છે. જે રીતે આપણું મન ધનથી, હોદ્દાથી અને જ્ઞાનથી ક્યારેય નથી ભરાતું, એ જ રીતે આ વાસણ પણ ક્યારેય નથી ભરાતું.
આપણા પાસે ગમે એટલું ધન આવી જાય, આપણે ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ, આખી દુનિયા જીતી લઈએ, ત્યારે પણ મનની કેટલીક ઈચ્છાઓ અધૂરી જ રહી જાય છે. જ્યાં સુધી આપણું મન ભગવાનને પ્રાપ્ત નથી કરી લેતું, ત્યાં સુધી તે ખાલી જ રહે છે. એટલે વ્યક્તિએ આ નાશવંત વસ્તુઓ પાછળ ભાગવું ન જોઈએ. આપણી ઈચ્છાઓ અનંત છે, જે ક્યારેય પૂરી નથી થઈ શકતી.
બોધપાઠ
આ નાનકડી કથાની શીખ એ છે કે આપણી પાસે જેટલું હોય, તેમાં જ સંતોષ રાખવો જોઈએ. ભગવાનનું ધ્યાન કરો, ત્યારે જ આ જીવન સાર્થક છે અને મન શાંત રહી શકે છે.
If you like our post than don’t forget to share with your friends..