જંગલમાં સંતે એક મહિલાના રડવાનો અવાજ સાંભળ્યો, તેઓ ત્યાં પહોંચી ગયા અને પૂછ્યું કે તમે કેમ રડી રહ્યાં છો અને એકલા આ જંગલમાં શું કરો છો? મહિલાએ કહ્યું કે થોડાં દિવસ પહેલા સિંહે તેના પતિને મારી નાખ્યો હતો, જાણો પછી શું થયું?
ચીનના પ્રસિદ્ધ સંત કન્ફ્યૂશિયસ પોતાના શિષ્યોની સાથે જંગલના માર્ગે ક્યાંક જઈ રહ્યા હતા. માર્ગમાં તેમને કોઈ મહિલાના રોવાનો અવાજ સંભળાયો. સંતે બધા શિષ્યોને કહ્યુ ચૂપચાપ એ બાજુ ચલો, જેથી તે રડતી મહિલાને શોધી શકે. બધા લોકો તે દિશામાં આગળ વધવા લાગ્યા, જ્યાંથી અવાજ આવી રહ્યો હતો. થોડી જ વારમાં સંત અને શિષ્યો તે મહિલા સુધી પહોંચી ગયા.
સંતે મહિલાને પૂછ્યુ કે તમે કેમ રડી રહ્યા છો અને એકલા આ જંગલમાં શું કરો છો?
મહિલાએ સંતને જણાવ્યુ કે થોડા દિવસ પહેલા સિંહે મારા પતિને મારી નાખ્યો હતો. તેના પછી હું પોતાના બાળકો સાથે આ જંગલમાં રહેતી હતી. આજે સિંહે મારા બાળકને પણ મારી નાખ્યો.
આ સાંભળીને સંતે તેને કહ્યુ કે જ્યારે અહીં સિંહનો આતંક છે તો તમે શહેરમાં જઈને કેમ નથી રહેતા?
મહિલાએ જણાવ્યુ કે આ શહેરના રાજા અધર્મી, અત્યાચારી છે. તેના રાજ્યમાં રહેવા કરતા સારું છે કે અમે આ જંગલમાં રહીએ. શેર તો એક દિવસ મરી જ જશે. તે રાજાના રાજ્યમાં કોઈ પણ સુરક્ષિત નથી. એટલે અમે અહીં રહેવા આવી ગયા હતા.
કથાનો બોધપાઠ
સંતે તેમના શિષ્યોને જણાવ્યુ કે આ ઘટનામાં ઘણો મોટો બોધપાઠ છુપાયેલો છે. આપણે ક્યારેય પણ કોઈ અધર્મી, અત્યાચારીની સાથે ન રહેવું જોઈએ. આપણે સત્તાધારી લોકોને સુધારવાના પ્રયાસ કરવા જોઈએ. આ દરેક નાગરિકની ફરજ છે. નહીં તો સંપૂર્ણ પ્રજાનું જીવન બરબાદ થઈ શકે છે.