સંતાનવિહોણા રાજા-રાણીએ રાજ્યના બાળકોને બોલાવ્યા અને એક-એક બીજ આપ્યું, રાજાએ કહ્યુ કે આ બીજ લઈ જાવ અને તમારા કુંડામાં વાવો અને 6 મહિના તેની સંભાળ કરો, જેનો છોડ સૌથી સારો હશે તે રાજા બનશે, માત્ર એક બાળકનું બીજ ઊગી ન શક્યું, જાણો પછી કોણ બન્યું રાજા?
લોક કથા મુજબ પ્રાચીન સમયમાં એક રાજ્યાના રાજા-રાણી સંતાનવિહોણા હતા. રાજાને વૃદ્ધાવસ્થામાં આ વાતની ચિંતા થવા લાગી કે તેની મૃત્યુ પછી આ રાજ્ય કોણ સાંચવશે. રાણીએ રાજાને સલાહ આપી કે તે પોતાના રાજ્યમાંથી કોઈ યોગ્ય વ્યક્તિને પોતાનો ઉત્તરાધિકારી બનાવી દેવો જોઈએ.
રાજાને રાણીની સલાહ સારી લાગી. તેણે પોતાના રાજ્યના બધા બાળકોને બોલાવ્યા અને બધાને એક-એક બીજ આપ્યું. રાજાએ બાળકોને કહ્યુ કે આ બીજ લઈ જઈને તમારા ઘરના કુંડામાં લગાવો. તેની સંભાળ કરો. 6 મહિના પછી જેનું છોડ સારું હશે હું તેને રાજા બનાવી દઇશ.
બધા બાળકો ખૂબ ખુશ હતા. તેમણે પોતાના ઘરના કુંડામાં બીજ વાવી દીધા. રોજ સવાર-સાંજ સમય પર પાણી આપવું, કુંડામાં ખાતર નાખવાનું શરૂ કરી દીધું. થોડાં જ દિવસોમાં બીજથી છોડ ઊગવા લાગ્યું. બધા બાળકો પોતાના છોડની ખૂબ સારી રીતે સંભાળ કરી રહ્યા હતા.
આખા રાજ્યમાં માત્ર એક બાળક એવો હતો જેના બીજથી છોડ નહોતું ઊગી રહ્યું. તે ઉદાસ હતો. રાજ્યના બધા બાળકો તેનું મજાક ઉડાવતા હતા. 3 મહિના વીતી ગયા. બધા બાળકોના છોડમાં ફૂલ આવવાના શરૂ થઈ ગયા પરંતુ એક બાળકનું બીજ ઊગી ન શક્યું. તે સવાર-સાંજ પાણી આપતો, ખાતર નાખતો પરંતુ છોડ ન ઊગ્યું.
આ રીતે 6 મહિના વીતી ગયા. બધા બાળકો પોતાના કુંડા લઈને રાજ દરબારમાં પહોંચી ગયા. જે બાળકનું બીજ નહોતું ઊગી શક્યું, તેની માતાએ કહ્યુ કે જો તારું બીજ નથી ઊગ્યું તો પણ તારે આ કુંડો લઈને રાજાની સામે જવું જોઈએ.
બાળક ઉદાસ હતો પરંતુ તેની અંદર રાજાની સામે સાચું કહેવાની હિમ્મત ન હતી એટલે તે એવો જ કુંડો લઈને રાજ દરબાર પહોંચી ગયો.
થોડી જ વારમાં રાજા-રાણી બાળકોના કુંડા જોવા આવ્યા. તેમણે બધા બાળકોના કુંડા જોયા. છેલ્લે તે એ બાળક પાસે પહોંચ્યા જેનું બીજ ઊગી નહોતું શક્યું. બાળકે રાજાને જણાવ્યું કે તેણે ખૂબ મહેનત કરી પરંતુ આ બીજ ન ઊગ્યું.
રાજાએ બધા બાળકોને કહ્યુ કે મેં તમને જે બીજ આપ્યા હતા, તે બધા બીજ ખરાબ હતા. તેનાથી છોડ ઊગી જ નહોતું શકતું. તમે બધાએ મને દગો આપવા માટે પોતાના બીજ બદલી નાખ્યા છે, આ બાળકે કોઈ છળ-કપટ નથી કર્યુ અને તેમાં સાચું બોલવાની હિમ્મત પણ છે.
આ રાજ્યનો રાજા એ જ બની શકે છે, જેમાં સાચું બોલાવાની હિમ્મત છે અને જે કોઈ લાલચમાં છળ-કપટ ન કરે. એટલે મારા રાજ્યનો રાજા એ જ બાળક બનશે જેના કુંડામાં છોડ નથી ઊગ્યું.