એક રાજા પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતો હતો, જેથી તેણે રાજકુમારીને બહારની દુનિયા નહોતી દેખાડી, એક દિવસ દીકરીએ પિતાને કહ્યું – મારે શહેર જોવું છે, રાજાએ વિચાર્યુ – તેના કોમળ પગ માટે આખા શહેરમાં ચામડાની ચાદર પાથરી દઇએ.

પ્રાચીન સમયમાં એક રાજા હતો. તેની એક દીકરી હતી, જેને તે ખૂબ વધારે પ્રેમ કરતો હતો. રાજમહેલમાં જ રાજકુમારી માટે તમામ સુખ-સગવડાતાઓ ઉપલબ્ધ હતી. તેણે બહારની દુનિયા જોઈ ન હતી. જ્યારે તે મોટી થઈ ગઈ તો એક દિવસ તેણે પોતાના પિતાને કહ્યું કે તેને શહેર જોવું છે.

રાજાએ ઇન્કાર કરી દીધો, પરંતુ તે ન માની. તેના પછી રાજાએ વિચાર્યુ કે તેના પગ આટલા કોમળ છે, બહારના ખરાબ રસ્તા પર કેવી રીતે ચાલી શકશે. તે સમયે પાક્કા રસ્તા ન હતા અને જુતા-ચંપલ પણ નહોતા બન્યા.

રાજાએ તમામ મંત્રીઓને બોલાવ્યા અને આદેશ આપ્યો કે શહેરની તમામ શેરીઓમાં ચામડાની ચાદર પાથરી દો, જેથી રાજકુમારીને ચાલવામાં કોઈ તકલીફ ન થાય.

આ સાંભળીને એક મંત્રીએ રાજાને સલાહ આપી કે મહારાજ આખા શહેરમાં ચામડુ પાથરવા કરતા સારું રહેશે કે આપણે રાજકુમારીના પગમાં જ ચામડુ પહેરાવી દઇએ. તેનાથી રાજકુમારીના પગ સુરક્ષિત રહેશે અને કામ પણ સરળતાથી થઈ જશે. વાત સીધી અને સરળ હતી એટલે રાજાને પણ સમજમાં આવી ગઈ.

બોધપાઠ

આ કહાણીથી શીખવા મળે છે કે સંપૂર્ણ દુનિયાને પોતાના અનુકૂળ બનાવવા કરતા સારું છે કે આપણે પોતાનામાં ફેરફાર કરી લઇએ. તેનાથી આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ. બીજાને બદલવું આપણાં નિયંત્રણમાં નથી, પરંતુ આપણે સ્વયંને સરળતાથી બદલી શકીએ છીએ.

આ પણ વાંચજો – સંત તુકારામે પોતાના એક ક્રોધી શિષ્યને કહ્યું કે 7 દિવસમાં તારું મૃત્યુ થઈ જશે, આ સાંભળીને તે શિષ્ય ખૂબ ઉદાસ થઈને ત્યાંથી જતો , જાણો પછી 7 દિવસ સુધી તે શિષ્યે શું કર્યુ?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો