દીકરાને એન્જિનિયર બનાવવાની ઝંખનામાં માતા-પિતાએ તેનું એડમિશન બીજા શહેરના પ્રસિદ્ધ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કરાવી દીધું, એક દિવસ જ્યારે માતા-પિતા દીકરાને મળવા ગયા તો તેની ડાયરી વાંચીને રડવા લાગ્યા, એવું શું લખ્યું હતું દીકરાની ડાયરીમાં?

માતા-પિતા પોતાના દીકરાને એન્જિનિયર બનાવવા ઈચ્છતા હતા. એન્જિનિયરિંગની તૈયારી માટે માતા-પિતાએ દીકરાનું એડમિશન બીજા શહેરના પ્રસિદ્ધ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કરાવી દીધુ. યુવક અભ્યાસમાં એવરેજ સ્ટૂડન્ટ હતો પરંતુ માતા-પિતાની ખુશી માટે તે પણ દિવસ-રાત મહેનત કરતો હતો.

જ્યારે દીકરાનો જન્મદિવસ આવ્યો તો માતા-પિતાએ વિચાર્યુ કે દીકરાના હોસ્ટલમાં જઈને તેને સરપ્રાઇઝ આપીએ. આવું વિચારીને દીકરાને જણાવ્યા વિના માતા-પિતા હોસ્ટલ પહોંચી ગયા પરંતુ તે સમયે દીકરો કોચિંગ ક્લાસમાં ગયો હતો. માતા-પિતાએ વિચાર્યુ થોડી વાર દીકરાના રૂમમાં જ રાહ જોઇ લઇએ છીએ.

આ પ્રકારનાં વધુ ધાર્મિક આર્ટિકલ વાંચવા માટે ડાઉનલોડ કરો PNN- News Network ની એપ.

મમ્મીએ જોયું કે દીકરાનો રૂમ થોડો અસ્ત-વ્યસ્ત છે તો તે રૂમ ઠીક કરવામાં લાગી ગઈ. સફાઈ કરતા-કરતા માતાની નજર ટેબલ પર રાખેલી ડાયરી પર પડી. માતાએ જ્યારે તે ડાયરી વાંચવાની શરૂ કરી તો જાણવા મળ્યું કે દીકરો તેના દિલની વાતો આ ડાયરીમાં લખે છે.

માતાએ ખૂબ ઉત્સુકતાથી ડાયરીના પેજ ફેરવ્યા. જેમ-જેમ માતાએ ડાયરીના પેજ ફેરવ્યા, તેમના હ્રદયના ધબકારા તેજ થવા લાગ્યા અને તે રડવા લાગી. યુવકના પિતાએ તેનું કારણ પૂછ્યુ. યુવકની માતાએ તે ડાયરી તેમની સામે રાખી દીધી. ડાયરીમાં દીકરાએ લખ્યુ હતું કે હું કોઈ બીજા ક્ષેત્રમાં નામ કમાવવા ઈચ્છું છું પરંતુ માતા-પિતાના દબાણમાં આવીને એન્જિનિયરિંગ કરી રહ્યો છું.

હું અભ્યાસમાં ખૂબ જ એવરેજ છું એટલે કદાચ જ એન્જિનિયરિંગની પરીક્ષામાં સફળ થઈ શકું. એવું નથી કે હું મહેનત નથી કરી રહ્યો પરંતુ મારું સપનુ કંઈક બીજું છે. માતા-પિતા સામે કંઈ કહેવાની હિમ્મત નથી થતી. ક્યારેક-ક્યારેક તો મન કરે છે કે આપઘાત કરી લઉં.

છેલ્લી લાઇન વાંચીને પિતાને પણ રડવું આવી ગયું. તેમને સમજ આવી ગયું કે ભૂલ અમારી જ છે અમે દીકરાને ક્યારેય પૂછ્યુ જ નહીં કે તે શું કરવા ઈચ્છે છે. અણારી અપેક્ષાઓમાં તેનું જીવન દબાઇને રહી ગયું છે. માતા-પિતાએ નક્કી કર્યુ કે તે પોતાની ભૂલ સુધારશે અને દીકરાને તેની પસંદના ક્ષેત્રમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

બોધપાઠ

દરેક માતા-પિતાને પોતાની સંતાનથી ઘણી અપેક્ષાઓ હોય છે. પિતા ઈચ્છે છે કે જે હું ન કરી શક્યો તે મારો દીકરો કરે. શરૂઆતથી જ તેમના મગજમાં આ વાત નાખી દેવામાં આવે છે. તેનાથી પૂછવામાં જ નથી આવતું કે તે શું ઈચ્છે છે. માતા-પિતાની અપેક્ષા પૂરી ન થવાના ડરથી કેટલાક બાળકો નિરાશ થઈને ખોટા પગલા ઉપાડી લે છે. એટલે માતા-પિતાએ પહેલા એ સમજવું જરૂરી છે કે બાળક શું ઈચ્છે છે. શું તે આપણી અપેક્ષા પૂરી કરી શકે છે અથવા કોઈ બીજા ક્ષેત્રમાં પણ તેમ તેનો રસ છે. તેના પછી જ કોઈ નિર્ણય લેવો જોઈએ.

આ પણ વાંચજો – એક સંત પોતાના શિષ્યો સાથે ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું કે, પતિ-પત્ની ઝગડી રહ્યાં હતાં અને જોર-જોરથી બૂમો પાડી રહ્યાં હતાં, આ જોઇ સંતે તેમના શિષ્યોને પૂછ્યું કે લોકો ગુસ્સામાં બૂમો કેમ પાડે છે? જાણો શિષ્યોએ શું જવાબ આપ્યો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો