એક અધિકારી સિદ્ધ સંતને પોતાના ગુરુ બનાવવા ઈચ્છતો હતો, જ્યારે તે સંતના આશ્રમ જઈ રહ્યો હતો તો રસ્તામાં તેને એક સામાન્ય વ્યક્તિ દેખાયો, અધિકારીએ તેનાથી સંતના આશ્રમ વિશે પૂછ્યુ, ન બતાવવા પર અધિકારીએ તેને લાત મારી દીધી, જાણો પછી શું થયું?

એક મોટા અધિકારીને પોતાના હોદ્દાનો ખૂબ ઘમંડ હતો. એક દિવસ તેને એક સિદ્ધ પુરુષ વિશે જાણવા મળ્યુ. તેણે વિચાર્યુ કે તેમને ગુરુ બનાવવા જોઈએ, જેથી થોડું જ્ઞાન મળી શકે. સંત વિશે માહિતી મેળવીને તે અધિકારી એક જંગલમાં તેમને શોધવા નીકળી ગયો.

જ્યારે તે જંગલમાં પહોંચ્યો તો તેને એક સામાન્ય મનુષ્ય દેખાયો. તેને જોઇને અધિકારીએ પૂછ્યુ – શું તને ખબર છે સિદ્ધ સંતનો આશ્રમ કયાં છે? તે વ્યક્તિ તે અધિકારીની વાત સાંભળીને કંઈ ન બોલ્યો અને પોતાનું કામ કરતો રહ્યો. આ જોઇને અધિકારીને ગુસ્સો આવ્યો.

તેણે વિચાર્યુ – મારા પૂછવા પર પણ આ વ્યક્તિ ચૂપચાપ પોતાનું કામ કરી રહ્યો છે. આ તો મારું અપમાન છે. આવું વિચારીને તેણે તે સામાન્ય વ્યક્તિ ઉપર ગુસ્સે થઈને એક લાત મારી અને આગળ વધી ગયો. થોડા આગળ જઇને અધિકારીને એક અન્ય વ્યક્તિ મળ્યો. તેને પણ તે અધિકારીએ એ જ પ્રશ્ન કર્યો.

તે વ્યક્તિએ અધિકારીને જણાવ્યું કે તેમને કોણ નથી ઓળખતું, તે તો ત્યાં જ રહે છે જ્યાંથી તમે આવી રહ્યા છો. અહીંથી થોડાં જ દૂર તેમનું આશ્રમ છે. હું પણ તેમના દર્શન માટે જ જઇ રહ્યો હતો. તમે મારી સાથે જ ચાલો. અધિકારી પણ તે વ્યક્તિ સાથે પ્રસન્ન થઈને ચાલવા લાગ્યો.

જ્યારે અધિકારી સિદ્ધ યોગીના આશ્રમ પહોંચ્યો તો તેણે જોયું કે – આ તો એ જ વ્યક્તિ છે જેને તેણે લાત મારી હતી. આ જોઇને તે સંતના ચરણોમાં પડી ગયો અને પોતાના કરેલા કર્મોની માફી માંગવા લાગ્યો. સંતે તેને કહ્યુ – કોઈ માટલું પણ ખરીદે છે તો તેને ટકોરમારીને જોઇ લે છે. પછી તું તો મને ગુરુ બનાવવા આવ્યો હતો. સંતની સહિષ્ણુતાની આગળ અધિકારીએ માથું નમાવી દીધુ.

બોધપાઠ

જ્યારે તમે કોઈ પાસે કંઈ શીખવા જાઓ તો પહેલા તમારો અહંકાર છોડી દો, કારણ કે જ્યાં સુધી તમારા મનમાં અહંકાર છે ત્યાં સુધી જ્ઞાન માટે કોઈ જગ્યા નહીં બની શકે. બીજી વાત એ છે કે સામાન્ય દેખાતો વ્યક્તિ પણ જ્ઞાની હોય શકે છે એટલે બહારનું વાતાવરણ જોઇને કોઈના વિશે કોઈ વિચાર ન બાંધી લો.

આ પણ વાંચજો – એક રાજા બહુ ક્રૂર હતો, કારણ વગર જ કોઇપણ વ્યક્તિને ફાંસી આપી દેતો હતો, તેને એક સંતે બે પ્રશ્ન પૂછ્યા, જેનાથી રાજાનું હ્રદય પરિવર્તન થઈ ગયું, જાણો શું પુછ્યું સંતે?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો