એક વેપારી શહેરમાં ટોપી વેચવા જતો હતો, રસ્તામાં વાંદરા તેની ટોપીઓ કાઢી લેતા હતા, વેપારી પોતાની ટોપી ફેંકતો તો વાંદરા પણ ફેંકતા હતા, આ ઉપાય જ્યારે વેપારીના દીકરાએ કર્યો તો વાંદરાએ શું કર્યુ?
આપણે બધાએ બાળપણમાં વાંદરા અને ટોપીવાળાની કહાણી જરૂર સાંભળી હશે, પરંતુ સમયની સાથે આ કહાણીમાં પણ ફેરફાર આવ્યો છે. આજે અમે તમને વાંદરા અને ટોપીવાળાની નવી કહાણી જણાવી રહ્યા છીએ, જે આ મુજબ છે.
વાંદરા પણ સમજી ગયા વેપારીની ચાલાકી
કોઈ ગામમાં એક વેપારી પોતાના ગામથી શહેરમાં જઈને ટોપી વેંચવાનો ધંધો કરતો હતો. જ્યારે તે શહેર જતો તો રસ્તામાં એક જગ્યાએ ભોજન કરીને થોડી વાર એક વૃક્ષની નીચે આરામ કરતો.
તે વૃક્ષ પર ઘણા બધા વાંદરા હતા. તે વેપારીના થેલામાંથી ટોપીઓ નીકાળી લેતો હતો. વેપારી જાણતો હતો કે વાંદરા નકલિયા હોય છે તો તે પોતાના માથાની ટોપી નીકાળીને ફેંકતો અને એવી રીતે વાંદરા પણ પોતાની ટોપીઓ કાઢીને ફેંકી દેતા.
વેપારી તે ભેગી કરતો અને જતો રહેતો. આ કામ વર્ષો સુધી ચાલતુ કહ્યુ. જ્યારે વેપારી વૃદ્ધ થઈ ગયો તો તેણે પોતાના દીકરાને વેપાર કરવા શહેર મોકલ્યો. વેપારીએ વાંદરાવાળી વાત પણ દીકરાને જણાવી અને ઉપાય પણ જણાવ્યો.
પહેલી વખત જ્યારે વેપારીનો દીકરો શહેર ગયો તો એવું જ થયુ. વાંદરાએ તેના થેલામાંથી ટોપી કાઢી અને ખોલવા લાગ્યા. આ જોઇને વેપારીના દીકરાએ પોતાની ટોપી કાઢીને ફેંકી દીધી.
પરંતુ આ વખતે વાંદરાએ પોતાની ટોપી ન ફેંકી અને ત્યાંથી ભાગી ગયા. વાંદરા સમજી ગયા કે વેપારી અમને મૂરખ બનાવીને ટોપીઓ લઈ લેતો હતો.
બોધપાઠ
સમસ્યા ભલે એક હોય, પરંતુ સમયની સાથે તેના ઉકેલ બદલાતા રહે છે. ઘણી વખત રામબાણ ઉપાય પણ સમસ્યાનો ઉકેલ નથી લાવી શકતા. એટલે સમસ્યા કેટલી પણ નાની કેમ ન હોય અને આપણને તેનો ઉકેલ ખબર હોય તો પણ આપણી પાસે પ્લાન બી હોવો જોઈએ.