એક રાજાએ મંત્રીને કહ્યું કે ક્યા જીવ-જંતુ બિનજરૂરી છે, શોધ પછી જાણવા મળ્યું કે માખી અને કરોળિયા વ્યર્થ છે, તેમણે વિચાર્યુ કે તેને ખતમ કરી દઇએ, પરંતુ એક ઘટનાએ રાજાની ખોલી દીધી આંખો
પ્રાચીન સમયમાં એક રાજા હતો. એક દિવસ તેણે પોતાના મંત્રીઓને આદેશ આપ્યો કે રાજ્યમાં તપાસ કરો કે ક્યા-ક્યા જીવ-જંતુ ઉપયોગી નથી.
મંત્રીઓએ ઘણા દિવસ સુધી તપાસ કરી. તપાસ પછી મંત્રીઓએ રાજાને કહ્યું કે જંગલી માખી અને કરોળિયા એકદમ વ્યર્થ છે. તેનો કોઈ ઉપયોગ નથી. રાજાએ વિચાર્યુ કે આ જંગલી માખીઓ અને કરોળિયાને ખતમ કરી દેવામાં આવે.
ત્યારે જ શત્રુઓએ રાજાના રાજ્ય પર આક્રમણ કરી દીધો. અચાનક થયેલા આક્રમણમાં રાજાની હાર થઈ ગઈ અને તે જીવ બચાવવા માટે જંગલમાં સંતાવા લાગ્યો. રાજાને શોધવા માટે શત્રુઓના સૈનિક પણ પાછળ-પાછળ આવી ગયા.
દોડતા-દોડતા રાજા થાકી ગયો અને એક ઝાડની નીચે બેસી ગયો. થાકના કારણે જલદી જ તેને ઊંઘ આવી ગઈ.
થોડી વાર પછી એક જંગલી માખીએ તેની નાક પર ડંખ માર્યો, જેથી રાજાની ઊંઘ ઊડી ગઈ. રાજાએ વિચાર્યુ કે આવી રીતે સૂવું સુરક્ષિત નથી. તે ઊઠ્યો અને એક ગુફામાં ચાલ્યો ગયો.
તેના ગુફામાં જતા જ કરોળિયાએ દ્વાર પર જાળો બનાવી દીધો.
શત્રુઓના સૈનિક રાજાને શોધતા-શોધતા ગુફાના દ્વાર સુધી પહોંચી ગયા. દ્વાર પર કરોળિયાનો જાળો જોઈને તેઓ પરસ્પર વાતો કરવા લાગ્યા કે જો રાજા ગુફામાં ગયો હોત તો જાળો નષ્ટ થઈ જાત. અહીંથી જવું જોઈએ અને બધા સૈનિક જતા રહ્યા.
રાજા આ બધી જ વાતો સાંભળી રહ્યો હતો અને તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. તે સમજી ગયો હતો કે પ્રકૃતિના દરેક જીવ જરૂરી છે, કોઈ પણ અનુપયોગી નથી. જો માખી અને કરોળિયાએ તેની મદદ ન કરતા તો તેની મૃત્યુ થઈ ગઈ હોત.