છોકરીએ રાજાને કહ્યુ કે તેના પિતા સ્વર્ગનું પાણી રોકવા ગયા છે, ભાઈ ઝઘડા વિનાનો ઝઘડો કરવા ગયો છે, માતા એકના બે કરવા ગઈ છે.

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક ગરીબ ખેડૂતે રાજા પાસે ઉધાર લીધુ અને કહ્યુ કે હું 5 વર્ષ પછી પાછા કરી દઇશ. રાજાએ તેના ઉપર વિશ્વાસ કરીને ઉધાર આપી દીધું. જ્યારે 5 વર્ષ વીતી ગયા ત્યારે રાજાના મંત્રીએ કહ્યુ કે તે વ્યક્તિ પાસેથી આપણું ધન પાછું લઈ આવો. મંત્રી ઘણી વખત ખેડૂત પાસે ગયો પરંતુ તે રાજાનું ધન વસૂલ ન કરી શક્યો. છેલ્લે રાજાએ વિચાર્યુ હું જ તે ખેડૂત પાસે જાઉં છું.

રાજા ખેડૂતના ઘરે ગયા તો ત્યાં એક નાનકડી છોકરી બેઠી હતી. રાજાએ તેનાથી પૂછ્યુ કે દીકરી તારા પિતા ક્યાં છે? છોકરીએ જવાબ આપ્યો કે પિતાજી તો સ્વર્ગનું પાણી રોકવા ગયા છે.

રાજાને આ જવાબ સમજ ન આવ્યો. તેમણે ફરી પૂછ્યુ કે દીકરી તારો ભાઈ ક્યાં છે? છોકરીએ કહ્યુ કે મારો ભાઈ ઝઘડા વિનાનો ઝઘડો કરવા ગયો છે. આ વાત પણ રાજાને સમજ ન આવી.

રાજાએ ફરી પૂછ્યું કે તારી મમ્મી ક્યાં છે? છોકરીએ જવાબ આપ્યો કે મારી મમ્મી એકના બે કરવા ગઈ છે. હવે તો રાજાને ગુસ્સો આવવા લાગ્યો.

છોકરીએ રાજાને કહ્યુ કે તેના પિતા સ્વર્ગનું પાણી રોકવા ગયા છે, ભાઈ ઝઘડા વિનાનો ઝઘડો કરવા ગયો છે, માતા એકના બે કરવા ગઈ છે, રાજાએ પૂછ્યુ આ વાતોનો અર્થ શું છે, જાણો છોકરીએ શું જવાબ આપ્યો.

ગુસ્સામાં રાજાએ પૂછ્યુ કે તો તું અહીં બેઠાં-બેઠાં શું કરી રહી છે? છોકરીએ કહ્યુ કે હું ઘરમાં બેસીને સંસાર જોઇ રહી છું.

આ જવાબ સાંભળીને રાજાને વધુ ગુસ્સો આવ્યો પરંતુ તેમણે ખુદને શાંત રાખીને વિચાર્યુ કે આ છોકરીને પ્રેમથી પૂછવું પડશે ત્યારે આ સરખી રીતે જવાબ આપશે.

રાજાએ શાંત થઈને પ્રેમથી કહ્યુ કે દીકરી મારા પ્રશ્નોના તે જે જવાબ આપ્યા છે તે મને સમજ નથી આવ્યા. કૃપા બધા પ્રશ્નોના જવાબ મને સમજાવીશ.

છોકરીએ કહ્યુ કે હું તમને સમજાવી દઇશ પરંતુ તેના બદલામાં મને શું મળશે? રાજાએ કહ્યુ કે જે તું માંગીશ, તને હું તે આપી દઇશ.

છોકરીએ કહ્યુ કે તમે મારા પિતાનું ઉધાર માફ કરી દેશો? રાજાએ કહ્યુ સારું, તારા પિતાનો બધા ઉધાર માફ કરી દઇશ. હવે બધા પ્રશ્નોનો જવાબ સમજાવ. છોકરીએ કહ્યુ કે હું આજે નહીં સમજાવી શકું, તમે કાલે આવજો.

બીજા દિવસે રાજા તે ખેડૂતના ઘરે ફરીથી પહોંચી ગયા. ઘરમાં ખેડૂત, તેની પત્ની, તેનો દીકરો અને દીકરી હતા. છોકરીએ કહ્યું કે મહારાજ તમને કાલનો વાયદો યાદ છેને? રાજાએ કહ્યુ કે હા તું મને અર્થ સમજાવી દે હું તારા પિતાનો ઉધાર માફ કરી દઇશ.

યુવતીએ કહ્યુ કે મેં સૌથી પહેલા કહ્યુ હતુ કે મારા પિતા સ્વર્ગનું પાણી રોકવા ગયા છે. તેનો અર્થ એ છે કે અત્યારે વરસાદનો સમય છે અને અમારા ઘરની છતથી પાણી ટપકે છે. મારા પિતા ઘરની છત ઠીક કરવા ગયા હતા. અમે એવું માનીએ છીએ કે વરસાદ સ્વર્ગમાંથી થાય છે એટલે મારા પિતા સ્વર્ગના પાણીને રોકવા ગયા હતા.

મારો બીજો જવાબ એ હતો કે મારો ભાઈ ઝઘડા વિનાનો ઝઘડો કરવા ગયો છે. તેનો અર્થ એ છે કે મારો ભાઈ ખેતરના કાંટા સાફ કરવા ગયો હતો. કાંટા સાફ કરશે તો તેને પણ કાંટા લાગશે, લોહી નીકળશે એટલે તે ઝઘડા વિનાનો ઝઘડો કરવા ગયા હતા.

છોકરીએ કહ્યુ કે મારો ત્રીજો જવાબ એ હતો કે મારી મમ્મી એકના બે કરવા ગઈ છે. તેનો અર્થ હતો કે તે સમયે મારી મમ્મી દાળ દળાવવા ગઈ હતી એટલે એક દાણાના બે ટુકડા કરવા ગઈ હતી. જ્યારે આપણે દાળના આખા દાણાને દળીએ છીએ તો એક દાણાના બે ટુકડા થઈ જાય છે.

મારો ચોથો જવાબ હતો કે હું ઘરે બેઠાં-બેઠાં સંસાર જોઈ રહી છું. તે સમયે હું ભાત બનાવી રહી હતી અને થોડી-થોડી વારમાં ચોખાના દાણાની પરખ કરીને એ જોઇ રહી હતી કે ચોખા એટલે કે ચોખાનો સંસાર પાક્યો છે નહીં.

રાજા આ ચારેય જવાબોથી સંતુષ્ટ થઈ ગયા. તેમણે કહ્યુ દીકરી હું તારી ચતુરાઇ અને બુદ્ધિમાનીથી ખૂબ ખુશ છું. હું તારા પિતાનો બધો ઉધાર માફ કરું છું પરંતુ આ વાત તું મને કાલે પણ જણાવી શકતી હતી તો મને આજે કેમ બોલાવ્યો.

યુવતીએ કહ્યુ કે હું તે સમયે ભાત રાંધી રહી હતી. જો તમને જવાબ આપત તો ઘણો સમય લાગત અને મારા ચોખા બળી જાત. આ સિવાય ઘર પર બીજું કોઈ ન હતું. જો હું બધાને કહેત કે રાજાએ ઉધાર માફ કરી દીધું છે તો કોઈ મારી વાતનો વિશ્વાસ ન કરત. આજે બધા ઘર પર છે તો તેની સામે બધી વાતો થઈ છે તો આ બધાને વિશ્વાસ પણ થઈ ગયો અને ખુશી પણ મળી.

કથાનો સાર

જો વિપરીત પરિસ્થિતિઓમાં બુદ્ધિમાનીથી કામ લેવામાં આવે તો મોટામાં મોટી સમસ્યાઓને પણ સરળતાથી દૂર કરી શકાય છે. ખરાબ સમયમાં થોડી જુદી રીતે વિચારવું જોઈએ ત્યારે આપણે બધી બાધાઓથી મુક્ત થઈ શકીએ છીએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો