એક વેપારી પાસે હતા બે હીરા, જેમાં એક અસલી અને બીજો નકલી હતો, તેણે રાજાને કહ્યું કે કોઈ આ હીરાને ઓળખી નથી શકતા, રાજા પણ અસલી હીરાને ન ઓળખી શક્યા, ત્યારે એક અંધ વ્યક્તિએ જણાવ્યુ ક્યો હીરો છે અસલી.

કોઈ નગરમાં એક રાજા રહેતો હતો. એક દિવસ તેની પાસે એક વેપારી આવ્યો. તેણે રાજાને કહ્યું કે મારી પાસે બે હીરા છે, બંને એક જેવા દેખાઇ છે, પરંતુ તેમાંથી એક નકલી છે અને બીજો અસલી. જો તમે અથવા તમારા નગરમાં કોઈ અન્ય એ જણાવી દે કે ક્યો હીરો અસલી છે અને ક્યો નકલી તો હું તમને આ હીરો ભેટમાં આપી દઇશ અને જો કોઈ ન જણાવી શક્યું તો તમારે આ હીરાની કીમત મને આપવી પડશે.

રાજાએ જ્યારે બંને હીરા જોયા તો તે પણ ઓળખી ન શક્યા. રાજાએ વેપારીને કહ્યું કે – કાલે અમે મહેલની બહાર અમારા બગીચામાં આ હીરાને રાખીશુ, ત્યારે અમારા નાગરિક અને મંત્રી તમને આ પ્રશ્નનો જવાબ આપશે. વેપારીએ કહ્યું ઠીક છે. રાજાએ રાજ્યમાં આ વાતની જાહેરાત કરાવી દીધી.

બીજા દિવસે રાજાના બગીચામાં ઘણા બધા લોકો આવ્યા. રાજાએ એવું પણ કહ્યું કે જે ખોટો જવાબ આપશે તેને સજા પણ આપવામાં આવશે. ઘણા બધા લોકો આવ્યા, તેમણે બંને હીરા જોયા, પરંતુ કોઈ પણ જવાબ ન આપી શક્યા, કારણ કે તેમને લાગ્યુ કે જો તેનો જવાબ ખોટો નીકળ્યો તો રાજા તેમને સજા આપશે. આ રીતે ઘણો સમય વીતી ગયો.

થોડી વાર પછી એક અંધ વ્યક્તિ રાજા પાસે આવ્યો અને બોલ્યો કે હું જણાવી શકું છું કે ક્યો હીરો સાચો છે અને ક્યો નકલી. તેની વાત સાંભળીને રાજાના મંત્રી હંસવા લાગ્યા. રાજાએ તેને એક તક આપી દીધી. તે અંધ વ્યક્તિએ બંને હીરાને હાથ લગાવ્યો અને જણાવી દીધુ કે ક્યો હીરો અસલી છે.

વેપારીએ પણ માની લીધુ કે અંધ વ્યક્તિ જે કહે છે તે સાચું છે. રાજાએ અંધને પૂછ્યું કે – તને કેવી રીતે ખબર પડી કે ક્યો હીરો અસલી છે અને ક્યો નકલી. અંધે કહ્યું – મે જ્યારે પહેલા હીરાને સ્પર્શ કર્યુ તો તે તડકાના કારણે ગરમ થઈ ગયો હતો, જ્યારે બીજો હીરો એકદમ ઠંડો હતો. જે તડકામાં ગરમ થઈ ગયો તે કાચનો ટુકડો હતો અને બીજો અસલી હીરો.

બોધપાઠ

લાઇફમાં ઘણી વખત એવી સ્થિતિ આવે છે, જ્યારે ઘણી બધી સમસ્યાઓ એક સાથે આવી જાય છે. કેટલાક લોકો આ પરિસ્થિતિઓમાં નિરાશ થઈ જાય છે તો કેટલાક ખોટા માર્ગ પર જતા રહે છે. પરંતુ જે લોકો આ પરિસ્થિતિઓમાં પણ ખુદને ઇમાનદાર બનાવી રાખે છે અને મહેનતથી પોતાનો માર્ગ ખુદ બનાવે છે, તેમને જ પરિવાર અને સમાજમાં સાચો હીરો સમજવામાં આવે છે.

આ પણ વાંચજો – સંત પાસે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો કે હું ચોર છું, ખોટું બોલુ છુ, મને કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી મારી ખરાબ આદતોથી છુટી જાય, સંતનો એક ઉપાય નિષ્ફળ થઈ ગયો, પછી કેવી રીતે છોડાવી ખરાબ આદતો?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો