ગરીબીથી કંટાળીને ખેડૂત દંપતિએ કરી તપસ્યા, ઇન્દ્રે પ્રસન્ન થઈને આપ્યું ધનવાન થવાનું વરદાન પરંતુ એક શરત રાખી, શરત સાંભળીને પત્ની થઈ ગઈ તૈયાર પણ પતિએ પાછું આપી દીધું વરદાન
ઉત્તર ભારતની એક પ્રસિદ્ધ લોકકથા છે. એક ગામમાં એક પતિ-પત્ની રહેતા હતા. બંને ગરીબીમાં પોતાના દિવસો વીતાવી રહ્યા હતા. પતિ પોતાની આળસું પ્રવૃત્તિના કારણે વધુ કામ નહોતો કરતો. પાક પણ એટલો જ કરતો જેટલામાં જીવન વીતી જાય. પત્ની તેને વારંવાર પ્રેરિત કરતી પરંતુ પતિ તેની વાતને નજરઅંદાજ કરી દેતો. કાયમ મહેનત કરવાથી બચતો અને પોતાના ભાગ્યને ધુત્કારતો રહેતો. એક દિવસ ગામમાં કોઈ સાધુ આવ્યા. ખેડૂતના પાડોસીએ તેની પત્નીને જણાવ્યું કે સાધુ ઘણા સિદ્ધ છે, લોકોને તેમની સમસ્યાનો એકદમ સચોટ ઉપાય જણાવે છે.
ખેડૂતની પત્ની સાધુ પાસે આવી. તેણે સાધુને સમસ્યા જણાવી. સાધુએ કહ્યુ તારો પતિ મહેનત નથી કરતો. તે આળસું છે. તેને મહેનતનું મહત્વ સમજાવવું પડશે. પત્નીએ કહ્યુ – મહારાજ, હું તેને સમજાવું છું પરંતુ તે માનતા નથી. સાધુએ કહ્યુ જો પતિ મહેનત નથી કરી શકતો તો તેને કહો તપસ્યા કરે. જો સ્વર્ગ જેવું સુખ જોઈએ તો સ્વર્ગના રાજા ઇન્દ્રને પ્રસન્ન કરો. સાધુએ તેને એક મંત્ર અને તપસ્યાની પૂરી વિધિ જણાવી દીધી. પત્ની ખુશ થઈને પાછી આવી અને પતિને પૂરી વાત જણાવી. પતિ તપસ્યાના વિચારથી ખુશ થઈ ગયો. કંઈ કરવાનું નથી. એક જગ્યાએ બેસવાનું જ તો છે.
બંનેએ તપસ્યા શરૂ કરી. શરૂઆતમાં ધ્યાન, સાધના અને મંત્ર જાપમાં થોડી સમસ્યા આવી પરંતુ ધીમે-ધીમે ધ્યાન પણ લાગવા લાગ્યુ અને મંત્ર જાપ પણ સારી રીતે થવા લાગ્યા. થોડાં દિવસમાં બંને ધ્યાનમાં પારંગત થઈ ગયા. એક દિવસ એવો પણ આવ્યો જ્યારે બંને સમાધિમાં પહોંચી ગયા. મંત્ર સફળ થયો અને તપસ્યાથી ખુશ થઈને ભગવાન ઇન્દ્ર પ્રગટ થયા. બંને હાથ જોડીને ઊભા થઈ ગયા. ઇન્દ્રે કહ્યુ, હું તમારા બંનેની તપસ્યાથી પ્રસન્ન છું. તમને સ્વર્ગ જેવું સુખ અને ધન માટે તપસ્યા કરી છે. હું તમને એવો વરદાન આપું છું કે તમારા ઘરમાં ક્યારેય ધનનો ભંડાર ખતમ નહીં થાય પરંતુ તેના માટે તમારે બંનેએ જુદા-જુદા રહેવું પડશે.
પતિએ કહ્યુ, જુદા કેમ રહેવું પડશે. અમે સાથે રહીશું, અમારા સંબંધો પતિ-પત્નીના છે. અમે બંનેએ સાથે તપસ્યા કરી છે. ઇન્દ્રે કહ્યુ એટલે તમારે બંનેએ જુદા-જુદા રહેવું પડશે. જે દિવસે તમે એક થઈ જશો મારો વરદાન ખતમ થઈ જશે કારણ કે તમે બંનેએ જુદી-જુદી તપસ્યા કરી છે એટલે બંનેને જુદું-જુદું ફળ મળશે.
બંને વિચારમાં પડી ગયા. પત્નીએ કહ્યુ, જો તેમને પૂરું સુખ મળે છે, ધનની કમી નથી રહેતી તો હું આ વરદાન માટે તૈયાર છું પરંતુ પતિએ કહ્યુ હું તેનાથી જુદો નથી રહી શકતો. આટલા દિવસની તપસ્યામાં આટલું જ્ઞાન તો મને મળી જ ગયું છે કે મારી પત્ની મારા સુખ માટે કેટલી ચિંતિત છે. આજે પણ આ મારા સુખ માટે મારેથી જુદી રહેવા તૈયાર છે, તે આટલો ત્યાગ કરી રહી છે.
બીજી વાત મને એ પણ સમજ આવી ગઈ કે જો હું બેઠાં-બેઠાં મંત્રોના જાપથી ભગવાનને પોતાની સામે લાવીને ઊભા કરી શકું છું તો હું જો મહેનત કરવાનું શરૂ કરી દઉં તો સ્વયં જ ધનનો ભંડાર ભરી શકું છું. મને તમારા વરદાનની કોઈ જરૂર નથી. મારા માટે આટલી ચિંતા અને પ્રેમ કરનારી પત્ની જ ઘણી છે. હું આળસનો ત્યાગ કરી ચૂક્યો છું. હવે મહેનત કરીશ.
પત્ની ખેડૂતને જોતી જ રહી ગઈ. તેની આંખોમાં ખુશીના આંસૂ હતા. ઇન્દ્રે જવાબ આપ્યો, મારુ વરદાન ખાલી નહીં જાય. તમે બંને સાથે પણ રહેશો અને ધન પણ રહેશે. આ માત્ર તારી આંખો ખોલવા માટે હતું. આપણો સૌથી મોટો ખજાનો આપણાં સંબંધો અને પરિવાર છે. જો આ આપણાં અનુકૂળ હોય તો સંસારમાં કંઈ પણ મેળવવું અશક્ય નથી.
બોધપાઠ
આપણાં સંબંધો અને આપણું સ્વસ્થ શરીર જ આપણાં માટે સૌથી મોટો ખજાનો છે. તેની કીમત સમજવી જોઈએ. મહેનતથી ભગવાન પણ મળી શકે છે તો ધન અને સુખ તો ઘણી નાની વસ્તુ છે.
આ પણ વાંચજો..