એક કારીગર સુંદર મકાન બનાવતો હતો, વૃદ્ધ થવા પર તે કામ છોડવા ઈચ્છતો હતો, માલિકે તેને છેલ્લું મકાન બનાવવા કહ્યુ, કારીગરે ઉતાવળમાં મકાન બનાવી દીધુ પરંતુ હકીકત જાણ્યા પછી તેને ખૂબ દુઃખ થયું, જાણો શું થયું..
કોઈ ગામમાં એક કારીગર રહેતો હતો. તે લાકડાના મકાન બનાવતો હતો. તે પોતાના કામમાં એટલો કુશળ હતો કે દૂર-દૂર સુધી તેની પ્રસિદ્ધિ હતી. તે એક અમીર વ્યક્તિને ત્યાં નોકરી કરતો હતો. કારીગરે ખૂબ જ શાનદાર ઘર બનાવ્યું હતું એટલે માલિક પણ તેનાથી ખુશ રહેતો હતો.
જ્યારે તે કારીગર વૃદ્ધ થઈ ગયો તો તેણે વિચાર્યુ કે હવે પોતાનું કામ છોડીને બાકી જીવન આરામથી વીતી જશે. તેણે આ વાત પોતાના માલિકને જણાવી. માલિક આટલા મહેનતી કારીગરને જવા દેવા તો નહોતો ઈચ્છતો પરંતુ તેણે કોઈ રીતે હા કરી દીધી.
માલિકે કારીગરને કહ્યુ – સારું, પરંતુ તારે મારું છેલ્લું કામ કરવું પડશે, તેના પછી જ તું નોકરી છોડી શકે છે. કારીગરે વિચાર્યુ કે સારું, એક છેલ્લું કામ કરી લઉં, તેના પછી તો વૃદ્ધાવસ્થા આરામથી કાપવાની જ છે.
માલિકની જણાવેલી જગ્યાએ કારીગરે કામ કરવાનું શરૂ કરી દીધું. કારીગર તો કામ જલદી ખતમ કરવા ઈચ્છતો હતો એટલે તેણે ઘર બનાવવામાં કોઈ ખાસ મહેનત ન કરી, તે અડધા-અધૂરા મનથી ઘર તૈયાર કરી રહ્યો હતો. થોડાં જ દિવસોમાં કારીગરે તે ઘર તૈયાર કરી દીધું. માલિક જ્યારે તે ઘર જોવા આવ્યો તો તેણે જણાવ્યું કે આ ઘર તારી જીવનભરની ઇમાનદારી અને મહેનતનું ઇનામ છે. આ કહીને તેણે ઘરની ચાવી કારીગરના હાથમાં પકડાવી દીધી. હવે કારીગરે વિચાર્યુ કે – મેં આખી જિંદગી લોકો માટે સારા ઘર બનાવ્યા અને પોતાનું જ ઘર સૌથી ખરાબ બનાવી નાખ્યું.
બોધપાઠ
જીવનમાં બધા કામ મહત્વપૂર્ણ છે. દરેક કામને મન લગાવીને કરો. શું ખબર તમારું આ જ કામ તમને સફળતા સુધી લઈ જાય. આપણે જીવનમાં ઘણી બધી વસ્તુઓને ગંભીરતાથી નથી લેતા પરંતુ સમય નીકળી ગયા પછી મનમાં વિચારતા રહીએ છીએ કે તેને હજુ સારું બનાવી શકતા હતા.