એક ગ્રાહકને દુકાનદારે 20 રૂપે ડઝન કેળાં અને 100 રૂપિયો કિલો સફરજનનો ભાવ જણાવ્યો, એ જ સમયે એક મહિલા ત્યાં આવી, તેને 5 રૂપિયે ડઝન કેળાં અને 25 રૂપિયે કિલો સફરજન આપ્યાં, જ્યારે દુકાનદારે જણાવ્યું મહિલાને સસ્તાં ફળ આપવાનું કારણ તો ગ્રાહકની આંખમાં આવી ગયાં આંસુ.
ફૂલોની દુકાન પર એક ગ્રાહકને દુકાનદારે કેળાના 20 રૂપિયાનાં ડઝન અને સફરજનના 100 રૂપિયાનાં કિલોનો ભાવ જણાવ્યો. ત્યાં એક ગરીબ મહિલા આવી ત્યાં. તેણે પણ કેળાં અને સફરજનનો ભાવ પૂછ્યો. દુકાનદારે તેને કેળાં 5 રૂપિયાનાં ડઝન અને સફરજન 25 રૂપિયાનાં કિલોનો ભાવ જણાવ્યો.
આ ભાવ સાંભળી ત્યાં ઊભેલો ગ્રાહક ચોંકી ગયો. દુકાનદારે તેને થોડીવાર ચૂપ રહેવાનો ઇશારો કર્યો. મહિલાએ કેળાં અને સફરજન ખરીદી લીધાં. મહિલા ધીરે-ધીરે બોલી રહી હતી કે, તારો ખૂબ-ખૂબ આભાર, મારાં બાળકો આ ફળો ખાઇને બહુ ખુશ થશે.
મહિલા ત્યાંથી નીકળી ગઈ પછી તે ગ્રાહકે દુકાનદારને કહ્યું કે, મેં તારું કઈ નુકસાન નથી કર્યું, તો પછી તું મને ફળો આટલાં મોંઘાં કેમ આપે છે?
દુકાનદારે ગ્રાહકને જણાવ્યું કે, ભાઇ હું તને કોઇ દગો નથી કરતો. કેળાં અને સફરજનનો ભાવ એ જ છે, જે મેં તને જણાવ્યો. આ મહિલા વિધવા છે અને ખૂબજ ગરીબ છે. તેને ચાર નાનાં-નાનાં બાળકો છે. મેં ઘણીવાર તેને મફતમાં ફળો આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે મફતમાં કઈં નથી લેતી. તેની મદદ કરવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતો સફળ ન થયા.
– ત્યારબાદથી તેને મદદ કરવાનો આ નવો ઉપાય શોધ્યો છે મેં. હું તેને ઓછામાં ઓછા ભાવમાં ફળ આપું છે. આ રીતે તેને ખરાબ પણ નથી લાગતું અને તેની મદદ પણ થઈ જાય છે.
– મહિલા અઠવાડિયામાં એક જ વાર આવે છે. એ જે દિવસ આવે છે, એ દિવસ મારો ધંધો ખૂબજ સારો ચાલે છે. હું તેની મદદ કરું છું એટલે મને ભગવાનની વિશેષ કૃપા મળી રહે છે.
– આ વાત સાંભળી ગ્રાહકની આંખમાં પાણી આવી ગયાં. તેણે દુકાનદારને ગળે લગાવી લીધો. ત્યારબાદ યોગ્ય ભાવમાં જ ત્યાંથી કેળાં અને સફરજન ખરીધ્યાં.
બોધપાઠ
કથાની શીખ એ જ છે કે, આપણે જ્યારે બીજાંની મદદ કરીએ છીએ ત્યારે કોઇને કોઇ રૂપે ભગવાન આપણી પણ મદદ કરે છે અને આપણા પર કૃપા વરસાવે છે.