જયારે એક દાનવીર રાજાની પરીક્ષા લેવા માટે ઈન્દ્રદેવ અને અગ્નિદેવે ગરુડ અને કબૂતરનું રૂપ ધારણ કર્યું, પછી કબૂતર ઊડીને રાજાના ખોળામાં પડી ગયું, જાણો પછી શું થયું..

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક રાજા ખૂબ મોટો દાનવીર હતો. આ વાતની દેવરાજ ઇન્દ્રને જાણ થઈ તો તેમણે રાજાની પરીક્ષા લેવાનું વિચાર્યુ. ઇન્દ્ર ગરુડ બની ગયા અને અગ્નિદેવ કબૂતર બની ગયા.

કબૂતર આગળ ઊડી રહ્યો હતો અને ગરુડ તેનો પીછો કરી રહ્યો હતો. અચાનક કબૂતર રાજાના ખોળામાં પડી ગયું. રાજાએ તરત તેને ઉપાડ્યું અને પંપાડવા લાગ્યા. ત્યારે ત્યાં ગરુડ આવી ગયો. ગરુડે કહ્યુ કે રાજન આ મારો શિકાર છે. હું ઘણા દિવસોથી ભૂખ્યો છું, કૃપા આ કબૂતરને મને સોંપી દો.

રાજાએ કહ્યુ કે આ મારી શરણમાં આવ્યો છે એટલે હું તેના પ્રાણોની રક્ષા કરીશ. ગરુડે કહ્યુ કે હું ભૂખ્યો છું અને જો હું મરી ગયો તો તેનો પાપ તમને જ લાગશે. આ સાંભળીને રાજા વિચારમાં પડી ગયા. તેમણે એક રસ્તો શોધ્યો. રાજાએ ગરુડને કહ્યુ કે જો હું તને આ કબૂતરના વજનના બરાબર માંસ આપી દઉં તો કેવું રહેશે.

ગરુડ આ વાત માટે તૈયાર થઈ ગયો. રાજાએ એક ત્રાજવું મંગાવ્યું અને એક તરફ કબૂતરને રાખી દીધો. બીજી તરફ રાજાએ પોતાની બાજુઓમાંથી માંસ કાઢીને ત્રાજવાંમાં રાખવા લાગ્યા પરંતુ કબૂતરનું વજન દરેક વખતે વધતું જ જઈ રહ્યું હતું. રાજાએ પોતાના શરીરમાંથી ઘણું બધુ માંસ કાઢીને રાખી દીધું પરંતુ કબૂતરનું વજન વધારે હતું ત્યારે રાજાએ સ્વયંને ભોજનના રૂપમાં ગરુડને સોંપી દીધું.

જે લોકો ખરાબ સમયમાં ધીરજ અને શાંતિ બનાવી રાખે છે અને ધર્મનો માર્ગ નથી છોડતા તે જ ભગવાનના સાચા ભક્ત હોય.

આ સમર્પણથી દેવરાજ ઇન્દ્ર ખૂબ પ્રસન્ન થયા. કબૂતર અને ગરુડ બંને પોતાના વાસ્તવિક રૂપમાં આવી ગયા. ઇન્દ્રે કહ્યુ કે રાજન અમે તમારી દાનવીરતાથી પ્રસન્ન છીએ. તમે આ શ્રૃષ્ટિના સૌથી મોટા દાનવીરોમાંથી એક છો.

કથાનો સાર

આ કથાની શીખ એ છે કે ભગવાન પોતાના ભક્તોની પરીક્ષા લે છે. જે લોકો આ પરીક્ષામાં એટલે કે ખરાબ સમયમાં ધીરજ અને શાંતિ બનાવી રાખે છે, ધર્મનો માર્ગ નથી છોડતા તે જ ભગવાનના સાચા ભક્ત હોય છે. સામાન્ય રીતે લોકો ખરાબ સમયમાં અધર્મના માર્ગ ઉપર ચાલવા લાગે છે. તેનાથી બચવું જોઈએ.

આ પણ વાંચજો – યમરાજે એક યુવકને ખુશ થઈને આપ્યું દિવ્ય પુસ્તક અને કહ્યુ કે આમા તું જે લખીશ તે જ થશે, તું ભાગ્ય પણ બદલી શકે છે પરંતુ તારી પાસે સમય ઘણો ઓછો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો