સવાર-સવારમાં પતિ-પત્નીમાં થયો હતો ઝઘડો, પત્નીએ ગુસ્સામાં કહ્યું કે હવે હું તમારી સાથે નથી રહી શકતી, પતિએ પણ જવાબ આપતા કહ્યું કે સાંજે ઘરે આવું તો દેખાતી નહીં, તારો સામાન લે અને નીકળી જા ઘરેથી, તેના પછી સાંજે શું થયું?
કોઈ ઘરમાં સવાર-સવારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. ગુસ્સામાં પત્નીએ કહ્યું હવે હું તમારી સાથે નથી રહી શકતી. પતિએ પણ જવાબ આપતા કહ્યુ કે હું સાંજે કામ કરીને ઘરે આવું તો તું મને દેખાતી નહીં, તારો સામાન લે અને ઘરેથી નીકળી જા. આટલું કહીને પતિ પોતાના કામ પર જતો રહ્યો.
પત્ની ખૂબ દુઃખી હતી. તે રડતા-રડતા પોતાના પિયર ગઈ. તેની માતાનું ઘર પણ એ ગામમાં હતુ. માતાએ આખી વાત સાંભળી તો કહ્યુ કે તારી બહેનનું ઘર પર આવા જ ઝઘડાના કારણે બરબાદ થઈ ગયું છે. તું અત્યારે તારા પતિના ઘરે જા અને કોઈ રીતે ઝઘડો ખતમ કર. પતિના ઘરેથી બહાર પગ મૂકલવાની હિમ્મત પણ ન કરતી.
મહિલા રડતી-રડતી પતિના ઘરે પાછી આવી ગઈ. જ્યારે તેનો ગુસ્સો શાંત થયો તો તેને અહેસાસ થયો કે તેણે પણ આજે હદ કરી દીધી હતી. નાનકડી વાત ઉપર આટલો ઝઘડો કરી લીધો. પોતાની ભૂલ સુધારવા માટે પત્નીએ પતિ માટે સારું ભોજન બનાવ્યું. તેણે વિચાર્યુ કે સાંજે પતિ પાસે માફી માંગી લઇશ.
આ પ્રકારનાં વધુ ધાર્મિક આર્ટિકલ વાંચવા માટે ડાઉનલોડ કરો PNN- News Network ની એપ.
સાંજે તેનો પતિ ઘરે આવ્યો તો બધુ જ સામાન્ય હતું. બને એવી રીતે વ્યવહાર કરી રહ્યા હતા જાણે સવારે કંઈ થયું જ ન હોય. બંનેએ સાથે ભોજન કર્યુ. ભોજન પછી પતિએ પત્નીને પોતાની પાસે બેસાડીને કહ્યુ કે હું તને ખૂબ પ્રેમ કરું છું પરંતુ ક્યારેક-ક્યારેક ખૂબ વધારે સખત થઈ જઉં છું, મારી વાતોને તું દિલ પર ન લગાવતી. ગુસ્સામાં કંઈ પણ કહી દઉં છું.
પતિની આ વાતો સાંભળીને પત્નીને સમજ આવ્યું કે આજે તે અહંકારના કારણે કેટલી મોટી ભૂલ કરવા જઈ રહી હતી, તેનું લગ્નજીવન બરબાદ થઈ જાત. હવે તે મનમાં જ તેની માતાનો આભાર માની રહી હતી કારણ કે માતાએ જ તેને ખીજાઇને ઘરે પાછી મોકલી દીધી હતી.
પતિ પણ મનમાં પત્નીનો આભાર માની રહ્યો હતો કે તે સવારના ઝઘડા પછી પણ ઘર છોડીને ન ગઈ નહીં તો બધુ જ ખતમ થઈ જાત.
બોધપાઠ
આ કથાથી શીખ મળે છે કે પતિ-પત્નીએ પોતાના જીવનમાં અહંકારને જગ્યા ન આપવી જોઈએ. પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોવો જોઈએ. નાના-નાના ઝઘડા થતા રહે છે પરંતુ કોઈ પણ વાતને દિલ પર ન લેવી જોઈએ. ગુસ્સો શાંત થાય છે તો બધી સ્થિતિઓ સામાન્ય થઈ જાય છે. અહંકાર અને ગુસ્સામાં લીધેલા નિર્ણયો લગ્નજીવનને બરબાદ કરી દે છે.