પતિ-પત્નીએ એકબીજાની કદર કરવી જોઈએ નહીં તો લગ્નજીવન વ્યર્થ બની જાય છે. આ કિસ્સો તમને ઘણું બધું શીખવાડી દેશે
પતિ-પત્ની સાથે જોડાયેલી એક લોકકથા પ્રચલિત છે. આ કથા મુજબ શિયાળાના દિવસો હતા, રાતનો સમય હતો. પતિને ઘરે આવવામાં થોડું મોડું થઈ ગયું તો તેની પત્ની ઝઘડો કરી રહી હતી. પત્નીથી કંટાળીને પતિ ઘરની બહાર નીકળી ગયો. રાતે એકલો ભટકી રહ્યો હતો. ત્યારે એક વડીલે તેને કહ્યું કે આટલા મોડે રાતમાં એકલો કયા ભટકી રહ્યો છે?
તે વ્યક્તિએ કહ્યુ કે મારી પત્ની આખો દિવસ ઝઘડો કરતી રહે છે. ખબર નહીં સ્વયંને શું સમજે છે. હું તેનાથી કંટાળી ગયો છું. પત્ની મને જીવવા નથી દેતી. એવામાં ઘરની બહાર ન રહું તો શું કરું?
વડીલે તેને કહ્યુ – ભાઈ, પત્ની જીવવા નથી દેતી એવું ન કહો કારણ કે આ જીવન જ પત્નીથી છે. મારી પત્નીને ગુજરી ગયા 10 વર્ષ થઈ ગયા છે. જ્યારે તે જીવિત હતી ત્યારે હું તેની કદર નહોતો કરતો. આજે દરેક પળ તેની યાદ આવે છે. બાળકો પોતાના પરિવારમાં વ્યસ્ત છે. ઘરમાં એકલો રહી નથી શકતો. ધન, મોટું ઘર, નોકર, આજે મારી પાસે બધુ જ છે પરંતુ મારી પત્ની નથી. તેના વિના બધુ જ વ્યર્થ છે. તારે તારી પત્નીની કદર કરવી જોઈએ.
આ વાત સાંભળીને તે વ્યક્તિની આંખો ખુલી ગઈ અને તે પોતાના ઘરની તરફ પોતાની પત્ની પાસે ગયો. તેની પત્ની ઘરના બારણે ચિંતિત ઊભી હતી. તેણે ગુસ્સામાં કહ્યુ કે ક્યાં જતા રહ્યા હતા? આટલી ઠંડી છે, માંદા પડી જશો.
પતિએ તેને જવાબ આપ્યો કે તું પણ તો બહાર ઊભી છો, તું પણ બીમાર પડી જઇશ. બંનેએ એકબીજાની આંખોમાં જોયું તો તેમને એકબીજા માટે પ્રેમ અને ચિંતા દેખાઇ.
કથાનો બોધપાઠ
આ કથાની શીખ એ છે કે પતિ-પત્ની બંનેએ એકબીજાના પૂરક છે. કોઈ એકના વિના જીવન વ્યર્થ થઈ જાય છે. બંનેએ પોતાના જીવનસાથીની કદર કરવી જોઈએ અને એકબીજાનું સન્માન કરવું જોઈએ.