સાચુ સુખ અને આનંદ મેળવવો હોય તો ધ્યાનમાં રાખો સંતની આ શીખ

પૌરાણિક સમયમાં એક સંત ભિક્ષા માંગી રહ્યા હતા. એક ઘરની બહાર પહોંચ્યા તો ત્યાંથી એક મહિના ખાવાનું લાવી. ખાવાનું આપતી વખતે તેણે સંતને પૂછ્યું કે, મહારાજ સાચો આનંદ અને સુખ મેળવવાનો ઉપાય શું છે. કયા માર્ગ પર ચાલવાથી આ બંને મળી શકે છે. સંતે કહ્યું કે, આનો જવાબ હું તને કાલે આપીશ.

– બીજા દિવસે સવારે-સવારે મહિલાએ સંત માટે ખીર બનાવી, કારણકે તે સંત પાસેથી સુખ અને આનંદ મેળવવાનો ઉપદેશ સાંભળવા ઇચ્છતી હતી.

– સંતે ભિક્ષા માટે મહિલાને બૂમ પાડી. મહિલા ખીર લઈને બહાર આવી. સંતે ખીર લેવા તેના કમંડળને આગળ કર્યું. મહિલા અંદર ખીર નાખી જ રહી હતી, તે સમયે તેની નજર કમંડળની અંદરની ગંદકી પર પડી. તેણે કહ્યું, મહારાજ આ કમંડળ તો ગંદુ છે.

– સંતે કહ્યું, હા એ ગંદુ છે, પરંતુ ખીર અંદર જ નાખો.

મનને પવિત્ર બનાવી લેશું ત્યારે જ સાચુ સુખ અને આનંદ મેળવી સકશું

– મહિલાએ કહ્યું, ના મહારાજ, આ રીતે તો ખીર ગંદી થઈ જશે. તમે મને કમંડળ આપો, હું ધોઇને ચોખ્ખુ કરી લાવું.

– સંતે પૂછ્યું, એટલે કે કમંડળ સાફ થશે પછી જ તમે અંદર ખીર આપશો?

– મહિલાએ કહ્યું, હા મહારાજ, તેને સાફ કર્યા બાદ જ હું અંદર ખીર આપીશ.

– સંતે કહ્યું કે, બરાબર આ જ રીતે આપણા મનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ખરાબ વિચારોની ગંદકી છે, તેમાં ઉપદેશ કેવી રીતે આપી શકાય. આ રીતે મનમાં ઉપદેશ આપશું તો તેની અસર કેવી રીતે જોવા મળશે. માટે ઉપદેશ સાંભળતાં પહેલાં આપણું મન શાંત અને પવિત્ર હોવું જોઇએ. ત્યારબાદ આપણે જ્ઞાનની વાતો ગ્રહણ કરી શકીએ છીએ. પવિત્ર મનવાળા લોકો જ સાચુ સુખ અને આનંદ મેળવી શકે છે.

– મહિલાને સમજાઇ ગયું કે, આપણે મનને પવિત્ર બનાવી લેશું ત્યારે જ સાચુ સુખ અને આનંદ મેળવી સકશું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો