જ્યારે પણ કંઈ સારૂં કામ કરવાનું હોય તો તરત જ કરી દેવું જોઈએ, કાલની રાહ ન જોવી જોઇએ

એક શેઠ નાવથી નદી પાર કરી રહ્યો હતો. રસ્તામાં તેની નાવમાં છેદ થઇ ગયો અને તે ડૂબવા લાગ્યો. તેમણે એક માછીમારને જોયો અને અવાજ કરીને મદદ માટે બોલાવ્યા.શેઠ માછીમારને કહ્યું, મને બચાવી લે હું તને મારી બધી જ સંપત્તિ આપી દઇશ. માછીમારે શેઠને તેની નાવમાં બેસાડી દીધો.

-થોડા સમય બાદ શેઠ વિચારવા લાગ્યો કે મેં કંઇક વધારે જ કહી દીધું. હું જો બધી જ સંપત્તિ માછીમારને આપી દઇશ તો હું શું કરીશ. તેમણે માછીમારને કહ્યું ભાઇ ખરાબ ન માનીશ. પરંતુ હું તને સંપત્તિ નહીં આપી શકું. મારી પત્ની મારા પર ગુસ્સો કરશે. માછીમારે કંઇ જ ન કહ્યું.

– શેઠ વિચારવા માંડ્યો કે આ માછીમારે શું મોટું કામ કર્યું છે માત્ર મારો જીવ જ બચાવ્યો છે ને અને આ તો તેનો ધર્મ છે. માનવતાના નાતે તે મને બચાવવાનો જ હતો. આટલા નાનાકડા કામ માટે હું તેને આટલી મોટી સંપત્તિ ન આપી શકું. શેઠ કહ્યું કે ભાઇ મારી પત્ની અને બાળકો પણ છે. તેનું ગુજરાન મારે ચલાવવાનું છે એટલા માટે મારી સંપત્તિનો ચોથો ભાગ હું તને આપી દઇશ.

શેઠ નદીમાં ડૂબી રહ્યો હતો, તેમણે માછીમારની મદદ માંગી અને કહ્યું મને બચાવી લો, હું મારી બધી જ સંપત્તિ તેને આપી દઈશ, માછીમારે તેને નાવમાં બેસાડી લીધો. થોડીવાર પછી શેઠ કહ્યું હું સંપૂર્ણ સંપત્તિ નહીં આપી શકું મારી પત્ની ગુસ્સો કરશે

– આ સાંભળીને પણ માછીમાર ચૂપ રહ્યો, થોડા સમય બાદ નાવ કિનારે પહોંચી ગઇ અને બંને નાવમાંથી ઉતરી ગયા. જતાં જતાં શેઠે માછીમારેને માત્ર 5 સુર્વણમુદ્રા આપી, માછીમાારે કહ્યું કે શેઠને આ પણ તમે જ રાખો આ તો મારૂં કર્તવ્ય હતું. શેઠ ન માન્યો અને મુદ્રા આપીને જતો રહ્યો.

કથાનો બૌધપાઠ

આ કથાનો બૌધપાઠ એ છે કે, જ્યારે આપણે કોઇ સારૂ કામ કરવાનું વિચારીએ છીએ. તેને તરત જ કરી દેવું જોઇએ. કારણે કે જેમ જેમ સમય પસાર થાય છે. આપણે તે કામ કરવાનું છોડી દઈએ છીએ. માછીમારે સારૂ કામ વિચાર્યા વિના જ કર્યું અને શેઠનો જીવ બચાવ્યો. જો કે શેઠ જેમ જેમ વિચારવા લાગ્યો તેનુ મન બદલી ગયું અને તે તેની વાતથી ફરી ગયો. આપણું મન પણ ખરાબ કામ કરવા તલપાપડ રહે છે અને સારા કામને ટાળી દઇએ છીએ. તો જ્યારે પણ સારા કામ કરવાનો વિચાર આવે વિલંબ કર્યાં વિના કરી દેવું જોઇએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો