મહિલાને વાત-વાત પર આવતો હતો ગુસ્સો, ઘર-પરિવાર અને સોસાયટીના લોકો તેનાથી હતા પરેશાન, એક સંતે તેને ગુસ્સો ઓછો કરવાની દવા આપી, એક સપ્તાહમાં તેનો ગુસ્સો થઈ ગયો ઓછો, મહિલાએ સંતને પૂછ્યુ આ દવાનું નામ શું છે?
પ્રાચીન સમયમાં એક ક્રોધી સ્વભાવની મહિલા હતી. વાત-વાત પર તેને ગુસ્સો આવી જતો હતો. ગુસ્સામાં તે નાના-મોટા કોઈને નહોતી જોતી અને જે મોમાં આવે બોલી દેતી હતી. તેના પરિવારની સાથે જ આખી સોસાયટી તેનાથી પરેશાન હરતી. જોકે, જ્યારે તેનો ગુસ્સો શાંત થાય તો તેને પોતાના વ્યવહાર ઉપર ખૂબ પસ્તાવો થતો હતો. એક દિવસ તે મહિલાની સોસાયટીમાં મોટા સંત આવ્યા. તે તેમને મળી.
– સંતને તેણે કહ્યુ કે ગુરુદેવ, ગુસ્સાના કારણે બધા મારેથી દૂર થઈ ગયા છે. હું સ્વયંને સુધારી નથી શકતી. તમે કોઈ ઉપાય જણાવો, જેથી મારો ગુસ્સો શાંત થઈ જાય.
– સંતે તેને એક શીશી આપતા કહ્યુ કે આ દવાને પીવાથી તારો ગુસ્સો શાંત થઈ જશે. જ્યારે તને ગુસ્સો આવી ત્યારે તેને મોંઢે લગાવીને પીવાનું અને ત્યાં સુધી પીતા રહેવાનું જ્યાં સુધી ગુસ્સો શાંત ન થઈ જાય. એક સપ્તાહમાં તું ઠીક થઈ જઇશ.
– મહિલાએ સંતની વાત માનીને ગુસ્સો આવવા પર તે દવાને પીવાનું શરૂ કરી દીધુ. એક સપ્તાહમાં તેનો ગુસ્સો ખૂબ ઓછો થઈ ગયો. ત્યારે તેણે સંત પાસે જઇને આભાર વ્યક્ત કરતા કહ્યુ કે ગુરુજી તમારી ચમત્કારી દવાથી મારો ગુસ્સો ખરેખર ગાયબ જ થઈ ગયો. મારી જિજ્ઞાસા છે કે દવાનું નામ શું છે?
– મહિલાની વાત સાંભળીને સંતે સમજાવ્યુ કે તે બોતલમાં માત્ર પાણી જ હતુ, કોઈ દવા નહીં. ગુસ્સો આવવા પર તારી વાણીને મૌન રાખવાનું હતુ એટલે મે તને ગુસ્સો આવવા પર તેને પીવા કહ્યુ, કારણ કે બોતલ મોંમાં રહેવાથી જ્યારે તું બોલી નહીં શકે તો સામેવાળો તારા કડવા વચનોથી બચી જશે અને થોડી વારમાં તારો ગુસ્સો શાંત થઈ જશે.
કથાનો બોધપાઠ
આ કથાથી શીખવા મળે છે કે ગુસ્સાના કારણે વ્યક્તિ ઘર-પરિવાર અને સમાજથી અલગ થઈ શકે છે. એટલે જ્યારે પણ ગુસ્સો આવે કોઈ પણ રીતે આપણે મૌન થઈ જવું જોઈએ. મનને શાંત કરવું જોઈએ. મનની શાંતિ માટે સૌથી સારો ઉપાય મેડિટેશન છે. લાંબા સમય સુધી મેડિટેશન કરવાથી ગુસ્સાને કંટ્રોલ કરી શકાય છે.
આ પણ વાંચોઃ-
આપણે જેને પ્રેમ કરીએ છીએ, તેની સાથે લેવડ-દેવડનો હિસાબ નથી રાખતા, આ વાત ભક્તિમાં પણ ધ્યાન રાખો
મોત નજીક હોય તો મિત્ર પણ દુશ્મન સાબિત થઈ શકે છે
જ્યારે પણ કંઈ સારૂં કામ કરવાનું હોય તો તરત જ કરી દેવું જોઈએ, કાલની રાહ ન જોવી જોઇએ
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..