સાસુએ સુખદ સમાધાન કરી દાખલો બેસાડ્યો: સાસુએ જમાઈને સમજાવ્યા કે, ‘જતુ કરવામાં કંઈ જાય નહીં’, અંતે જમાઈ માની ગયા અને બે વર્ષથી દુર રહેતું દંપતી એક થયું

સુરત કોર્ટમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કોરોના દરમિયાનની મુશ્કેલીઓ કે એ અગાઉના ઘરેલું ઝઘડાંના લીધે જુદાં થયેલાં દંપતિ લોક અદાલતમાં એક થયા હતા. એક કિસ્સામાં તો સાસુએ જમાઈને સમજાવ્યા હતા. સાસુએ કહ્યું કે, જતુ કરવામાં કંઈ જાય નહીં, અંતે જમાઈ માની ગયા અને બે વર્ષથી દુર રહેતું દંપતી એક થયું હતું. તો એક કિસ્સામાં સાસુ વહુને સમજાવીને પિયરથી ઘરે લઇ આવી હતી. એક કેસમાં પતિ- પત્ની 10 વર્ષ સાથે રહ્યા બાદ એમ લાગ્યું કે, હવે સાથે રહી શકાય એમ નથી તો બંનેેએ લગ્નનો સુખદ અંત લાવવા નક્કી કર્યું હતું.

નાનપુરામાં રહેતા દંપતિના લગ્ન વર્ષ 2018માં થયા હતા. જો કે, લગ્ન બાદ બે વર્ષમાં કોરોનાકાળમાં બંને વચ્ચે ઘરેલું ઝઘડાં વધ્યા અને પત્ની પિયર રહેવા જતી રહી હતી. એડવોકેટ પ્રિતી જોષી મારફત દંપતી વચ્ચે સમાધાનની મિટિંગ દરમિયાન સાસુએ જમાઈને કહ્યું હતું કે, જતુ કરવામાં કંઇ જતુ નથી. આખરે સમાધાન થયુ હતું. દંપતિ સાથે રહેવા લાગ્યા હતા.

સમાજમાં હવે ન ફાવે તો છુટા થવાની નીતિનું ચલણ વધ્યું
દંપતિ હવે ન ફાવે તો છુટા થવાની નીતિ અપનાવી રહ્યા છે, કેટલાંક કેસમાં આવુ બન્યુ હતું. દંપતિના લગ્ન 2017માં થયા હતા. જો કે, સાથે રહેવામાં બંનેને ફાવતુ ન હોય ઝઘડાં થતા બંને છુટા થયા હતા. જ્યારે એડવોકેટ અશ્વિન જોગડિયાના એક કેસમાં 10 વર્ષથી સાથે રહેતુ દંપતિ એક બાળક હોવા છતાં જુદુ થયુ હતું. દંપતિને સાથે રહેવામાં આનંદ આવતો ન હતો.

કોર્ટમાં ઇતિહાસ સર્જાયો, 30 લાખ રૂપિયાના ચેક અપાયા
નેશનલ લોક અદાલતમાં 4715 કેસમાં સમાધાનથી નિકાલ થયો હતો. જ્યારે મોટર અકસ્માતના 203 કેસનો નિકાલ કરાયો હતો. કુલ 30 લાખના ચેક પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ વી.કે.વ્યાસના હસ્તે આપવામાં આવ્યા હતા. એડવોકેટ દર્શન શાહ સર્વાધિક 50 કેસનો નિકાલ કર્યો હતો. લોક અદાલતમાં કેસનો નિકાલ થતા અનેક લોકોએ રાહત અનુભવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો