અમદાવાદમાં માતાના મિત્રએ સગીર દીકરી પર બગાડી નજર, એક્ટિવા શીખવવાના બહાને 14 વર્ષની દીકરીને પીંખી નાખી
અમદાવાદમાં પતિથી અલગ પોતાના પુત્ર અને પુત્રી સાથે રહેતી માતાને પુરુષ મિત્ર પર ભરોસો કરવો ભારે પડી ગયો છે. મિત્રતા બાદ ઘરે અવરજવર કરતાં પુરુષ મિત્રએ મહિલાની દીકરી પર નજર બગાડી હતી. અને એક્ટિવા શીખવાડવાના બહાને 14 વર્ષની દીકરીને લઈ જઈને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે ઘરે આવીને દીકરીએ સમગ્ર હકીકત જણાવતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમ મિત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા 3 વર્ષથી થઈ હતી મિત્રતા
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, મૂળ બિહારની વતની 36 વર્ષીય મહિલાને પોતાના પતિ સાથે બનતું ન હોવાથી તે અમદાવાદના નારોલ વિસ્તારમાં પોતાની 14 વર્ષની પુત્રી અને પુત્ર સાથે રહેતી હતી. અને સિલાઈકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. જ્યારે મહિલાનો પતિ પાંચ વર્ષથી સુરત ખાતે અલગ રહે છે. અને છેલ્લા 3 વર્ષથી ઘોડાસરના પુષ્પક સોસાયટીમાં રહેતાં કેતન નટવરલાલ પટેલ સાથે મિત્રતા થઈ હતી.
એક્ટિવા શીખવાડવાના બહાને પુત્રીને લઈ ગયો
છેલ્લા 3 વર્ષની મિત્રતાને કારણે મહિલા કેતનને સારી રીતે જાણતી હતી, એટલું જ નહીં કેતન મહિલાના ઘરે અવરજવર પર કરતો હતો. અને મિત્રતાના નાતે મહિલાને કેતન પર ભરોસો હતો. પણ કેતનની નજર મહિલાની 14 વર્ષીય દીકરી પર બગડી હતી. જે બાદ કેતન ગત રોજ એક્ટિવા લઈને મહિલાના ઘરે પહોંચ્યો હતો અને એક્ટિવા શીખવાડવાના બહાને મહિલાની 14 વર્ષીય દીકરીને લઈ ગયો હતો.
કેતન સગીરાને સાંજે સાત વાગ્યે ઘરે મુકી ગયો હતો. પણ ઘરે પહોંચતાની સાથે જ પુત્રી રડવા લાગી હતી. માતાએ રડવાનું કારણ પુછતાં પુત્રીએ જણાવ્યું કે, કેતન અંકલે એક્ટિવા શીખવાડવા ફ્લેટ પાસે લઈ જઈ ત્રણેક ચક્કર લગાવ્યા હતા. અને ત્યારબાદ મકરબા ગામના એક મકાનમાં લઈ ગયા હતા. અને મકાનને બંધ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને કહ્યું હતું કે, તારી મમ્મીને વાત કરતી નહીં.
પોલીસે હવસખોર મિત્રની ધરપકડ કરી
દીકરીએ હકીકત જણાવતાં મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ મિત્ર કેતન પટેલની ધરપકડ કરી હતી. જ્યારે દીકરીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે મેડિકલ તપાસ તેમજ સીસીટીવીની મદદથી પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..