સવારે વહેલા ઉઠવાના ફાયદા જાણી તમે પણ વહેલા ઉઠવા લાગશો.

સવારે સૂર્યોદય પહેલા ઉઠવુંએ સ્વસ્થ માણસની નિશાની છે. પૌરાણિક શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે વહેલા ઉઠવાથી માણસ સ્વસ્થ રહે છે. પરંતુ બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે આપણે વહેલા નથી ઉઠી શકતાં.

પરંતુ જો તમારે સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણે વહેલા ઉઠવાની આદત પાડવી પડશે. વહેલા ઉઠવાથી શું ફાયદા થાય અને સવારે વહેલા ઉઠવા માટે શું કરવું જોઈએ તે જાણીએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સવારે વહેલી તકે ઉઠી જવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો રહે છે. જે લોકો સવારે વહેલી તકે ઉઠી જવાની ટેવ ધરાવે છે તેમનામાં અનેક બિમારીનો ખતરો તો પહેલાથી જ ઘટી જાય છે. તેમની માનસિક સ્થિતી પણ સારી રહે છે. વહેલી તકે ઉઠી જતા લોકોમાં સિજાફ્રેનિયા અને ડિપ્રેશન જેવી માનસિક બિમારીનો ખતરો ખુબ ઓછો રહે છે.

આ અભ્યાસમાં અને તબીબો પણ માને છે કે માનસિક સ્વાસ્થને જાળવી રાખવા માટે પણ કેટલીક પહેલ જરૂરી હોય છે. સવારમાં વહેલી તકે ઉઠવાથી ડાયાબિટીસ અને સ્થુળતાનો ખતરો પણ ઓછો રહે છે.

વહેલા ઉઠવાના ફાયદા:

તમારા રૂટીન કામ પૂર્ણ કરવા માટે તમને સમય મળે છે.

વહેલા ઉઠવાથી મહિલાઓને ઓછો સ્ટ્રેસ ફીલ થાય છે.

આખો દિવસ સ્વસ્થ ફિલ કરશો અને ઉત્સાહમાં રહેશે.

એક્સરસાઈઝ અને મેડિટેશન માટે સમય ફાળવી શકો છો

સવારના સમયે ક્રીએટિવ થિન્કિંગ કરી શકાય છે.

સવારે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળે છે અને ક્ષમતા પણ સુધરે છે.

સવારે વહેલા સ્નાન કરવાથી 10 જુદા-જુદા ફાયદા મેળવી શકાય છે. આ વાત ઓછા જ લોકો જાણતા હશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા જણાવે છે સ્કંદ પુરાણમાં લખ્યું છે કે રોજ સવારે વહેલા સ્નાન કરવાથી ક્યા-ક્યા 10 ફાયદા મેળવી શકાય છે.

આ શ્લોકમાં લખ્યું છે સવારે વહેલા સ્નાન કરવાથી 10 લાભ

गुणा दश स्नान परस्य साधो रूपञ्च तेजश्च बलं च शौचम्।
आयुष्यमारोग्यमलोलुपत्वं दु:स्वप्रनाशश्च यशश्च मेधा:।।

– સ્કંદ પુરાણના આ શ્લોક મુજબ જે લોકો સવારે વહેલા સ્નાન કરે છે, તેમને પહેલો લાભ મળે છે કાયમ સુંદર બન્યા રહેવાનો. આવા લોકો લાંબા સમય સુધી યુવાન દેખાય છે.

– આવા સ્નાનથી વ્યક્તિના તેજમાં વધારો થાય છે. સ્કિનનું આકર્ષણ વધે છે.

– સવારે વહેલા સ્નાન કરવાથી શરીર શક્તિશાળી બને છે. રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે અને અનેક મોસમી બીમારીઓથી બચાવ થાય છે.

– સવારે વહેલા સ્નાન કરવા માટે વહેલા ઉઠવાનું હોય છે, તેના કારણે પવિત્રતા વધે છે. ખોટા વિચાર નષ્ટ થાય છે. મોટાભાગની પરિસ્થિતિઓમાં સવાર-સવારના સમયમાં વિચારોની પવિત્રતા ભંગ થાય છે.

– જે લોકો સવારે સૂતા રહે છે, તેમને ખરાબ સપનાનો સામનો કરવો પડે છે. બ્રહ્મ મુહૂર્તમાં પથારી મૂકી દેવાથી અશુદ્ધ વિચાર અને ખરાબ સપનાથી મુક્તિ મળે છે.

– આળસ દૂર થાય છે. સવારે વહેલા જાગવા અને સ્નાન કરવાથી આળસ દૂર થાય છે. વહેલા જાગવાથી આખો દિવસ આળસથી મુક્તિ મળે છે, કામ કરવા માટે શ્રેષ્ઠ શક્તિ પ્રાપ્ત થાય છે.

– વહેલા ઊઠશો તો સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થશે, આ લાભ મળશે તો તમારી ઉંમર પણ વધશે.

– શાસ્ત્રોમાં માન્યતા છે કે જલદી સ્નાન કરનાર વ્યક્તિને ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. જલદી સ્નાન કરશો તો દિવસની શરૂઆત જલદી થશે, કામ કરવા માટે વધુ સમય મળશે, કામ સારા થશે તો આપોઆપ સન્માન પ્રાપ્ત થશે.

વહેલા ઉઠવા માટે શું કરશો?

જો રાત્રે મોડા સુવાની આદત હોય તો વહેલા સુવાનું શરૂ કરો.

રાત્રે નવ વાગ્યા પહેલાં જમી લેવું અને નક્કી કરેલા સૂવાના સમયે લાઇટ્સ ઑફ કરીને પથારીમાં પડી જ જવું.

સવારે મોડા ઉઠવાની આદત હોય તો ધીમે-ધીમે તેને બદલો.

ધીમે-ધીમે 15 મિનિટ વહેલા ઉઠવાનું શરૂ કરો.

સવારે ઊઠીને તરત જ કોઈક કામ હાથમાં પકડી લેવું, જેથી પથારીમાં પડી રહેવાની આદત છૂટશે.

જો તમને દિવસ દરમિયાન બેઠાં-બેઠાં સૂવાની આદત હોય તો તેને બંધ કરી દેવી જોઇએ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો