મોરબીમાં અનોખી પ્રેમ કહાની, મોત બાદ પણ ના છૂટ્યો સાથ, વૃદ્ધ દંપતીના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરાયા
જયારે લગ્ન થાય છે, ત્યારે ભગવાનની સાક્ષીએ પતિ-પત્ની સુખ-દુ:ખમાં સાથે રહેવાના કોલ આપે છે. જ્યારે આજના સમયમાં અનેક યુગલો જીવતે જીવ પણ સાથે નથી રહી શકતા અને અલગ થઇ જાય છે, ત્યારે મોરબીના સદુલકા નામના નાનકડા ગામમાં એક વૃદ્ધનું અવસાન થયું, જેના થોડી જ વારમાં તેમના પત્ની પણ કુદરતી રીતે જ ભગવાનના ધામમાં પહોચી ગયા. આમ સાથે જીવવા અને મરવા ના કોલને નિભાવતા વૃદ્ધ દંપત્તિને એક જ ચિતામાં અંતિમ સંસ્કાર અપાયા. હાલ આ ઘટનાની ચર્ચા હાલ ચારેકોર થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જૂના સદુલકા ગામમાં રહેતા પથુભા ઝાલા નામના 95 વર્ષીય ગરાસિયા વૃદ્ધનું ઊંમર ના કારણે કુદરતી અવસાન થતા તેઓનો પરિવાર મૃતક વૃદ્ધની અંતિમવિધિમાં લાગી ગયો. એકબાજુ રોકક્કળ વચ્ચે મૃતક પથુભા ઝાલાની અંતિમયાત્રા નીકળી અને તે સ્મશાન પહોંચી, ત્યાં ઘરેથી સમાચાર આવ્યા કે, પથુભાના પત્ની વિલાસબા પણ આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે.
આ સમાચાર સાંભળી ફરી સગા-સબંધીઓ ઘરે દોડી ગયા અને જોયું તો 70 વર્ષ પહેલા મૃતક પથુભાને સાથે જીવવા-મરવાના કોલ આપનાર વિલાસબા પણ જાણે પતિ સાથે જ વૈકૂંઠ જવા માંગતા હોય એમ તેઓ પણ દુનિયા ને છોડી ચૂક્યા હતા. આથી તેમને પણ સ્મશાન લઇ જવાયા અને પતિ-પત્ની બંનેને એક જ ચિતા પર દુનિયામાંથી વિદાય આપવામાં આવી હતી
આ અંગે ગામના સરપંચ અને મૃતક દંપતીના ભત્રીજા એવા રાજેન્દ્રસિંહના જણાવ્યા મુજબ, “આજ સુધી આવી ઘટના તેમના ગામ કે આસપાસમાં ક્યાંય પણ બની નથી. બંને વચ્ચે 70 વર્ષનું દામ્પત્ય જીવન હતું અને સાથે જીવવા મરવાના કોલ પણ બંને એ નિભાવ્યા. આથી જ બંનેની અંતિમક્રિયા પણ એક જ ચિતા પર કરવામાં આવી. એક સાથે બે મોતની ઘટનાથી સમગ્ર ગામ દુ:ખમાં ગરકાવ થઈ ગયું હતુ. આ સાથે જ બન્ને વચ્ચેના અનોખા પ્રેમની કહાની પણ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.”
મૃતક પથુભા અને વિલાસબાને સંતાનમાં એક જ દીકરો છે અને માત્ર ગણતરીના કલાકોમાં જ પુત્રએ માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે. પિતાની અંતિમયાત્રા નીકળી, ત્યારે જ રીતિ-રિવાજ મુજબ વિલાસબાને સ્નાન કરાવવામાં આવ્યું અને ત્યારે જ વિલાસબા પણ પતિના પગલે અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા અને સમગ્ર પંથકને અચંબામાં મૂકી ને અનોખા પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આજના સમયમાં જ્યાં પરિવાર વચ્ચે નાની મોટી તકરારો સતત સામે આવતી હોય છે, તેવા સમયમાં આ ઘટનાએ પતિ-પત્ની વચ્ચે લાગણીના સંબંધો કેવા મજબૂત હોઈ શકે એના પુરાવારૂપ બની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..