મોરારિબાપુએ ગુજરાતમાં શિક્ષણમાં ભગવદગીતાને સમાવવાના નિર્ણયને આવકાર્યો, કહ્યું-‘ગીતા સાંપ્રદાયિક છે જ નહીં’
મોરારિબાપુએ તારીખ 19 માચૅને શનિવારથી કચ્છના ધોળાવીરા ખાતે “માનસ રામકથા”નો આરંભ કર્યો છે. આ કથામાં બોલતાં બાપુએ કહ્યું કે “કાશ્મીર ફાઈલ “નામનું ચલચિત્ર જે વાસ્તવમાં આપણાં કમનસીબ ઇતિહાસને ખુલ્લો કરે છે. કાશ્મીરમાં પંડિતોની જે સ્થિતિ થઈ તેને ખરા અર્થમાં ઉજાગર કરવાનું કામ આ ફિલ્મ કરી રહી છે તેને આવકારું છું.ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતાને અભિનંદન આપીએ. આ ફિલ્મને જ્યારે આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આવકારી છે ત્યારે આપણે સૌએ પણ વાસ્તવિકતાને જાણવાં આ ફિલ્મ જોવી જોઈએ. બિનસાંપ્રદાયિકતાના ખોખલાં કવચને ખુલ્લો પાડતી આ ફિલ્મ આવકાર્ય છે.
પુ. મોરારીબાપુએ ગુજરાત સરકારના ભગવતગીતા ગ્રંથને ધોરણ 6 થી12 પાઠ્યપુસ્તકમાં સામેલ કરવાના નિર્ણયને વધાવતાં કહ્યું કે, ભગવદ્ ગીતા વૈશ્વિક ગ્રંથ છે. તેને સાંપ્રદાયિક ન ગણી શકાય.હરિયાણામા આવો નિર્ણય ઘણાં સમય પહેલાં થઈ ગયો છે ગુજરાતમાં આ નિર્ણયનું પણ સ્વાગત છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..