જંગલમાં એક સસલું રહેતું હતું. તે એવું માનતું હતું કે જંગલની અંદર બધા પ્રાણીઓ તેના મિત્ર છે અને બધા તેને સંકટ સમયે મદદ કરશે. એક દિવસ જંગલી કુતરું તેની પાછળ પડ્યું. તે હાથી, ઘોડા અને બકરા પાસે મદદ માંગવા ગયું પણ કોઈએ તેને બચાવ્યું નહીં, જાણો પછી શું થયું?
જંગલની અંદર એક સસલું રહેતું હતું. તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો. તે હંમેશા એવું માનતો હતો કે જંગલની અંદર બધા પ્રાણીઓ તેના મિત્ર છે અને બધા તેને સંકટ સમયે મદદ કરશે.
એક દિવસ જંગલી કુતરું તેની પાછળ પડ્યું. તે દોડતું દોડતું હાથી પાસે આવ્યું અને કહેવા લાગ્યું કે હાથીભાઈ તમે મારા મિત્ર છો માટે આ કુતરાંને ભગાડો ને? હાથીએ કહ્યું કે મને માફ કર મારે ઘરે જવાનું મોડું થાય છે માટે હું તેવું કરીશ નહીં.
તે દોડતું દોડતું ઘોડા પાસે આવ્યું અને મદદ માંગવા લાગ્યું. તેણે ઘોડાને કહ્યું કે તમે મને તમારી પીઠ પાછળ બેસાડી આ કુતરાથી બચાવી લો. ઘોડાએ કહ્યું કે બને તો બસતા નથી આવડતું માટે હું તને નહીં બચાવી શકું.
તે ભાગતું ભાગતું બકરાં પાસે ગયું અને પોતાને બચાવવાનું કહ્યું. બકરાંએ કહ્યું કે તું અહીંથી ભાગી જા હું કોઈ વિવાદમાં પડવા માંગતો નથી.
હવે સસલાને સમજાયું કે મુશ્કેલીના સમયમાં બીજાની મદદ લેવી નકામી છે. તે પોતાની બધી તાકાત કામે લગાડી ભાગવા લાગ્યો અને એક જાળીમાં છૂપાઈને પોતાનો જીવ બચાવ્યો.
બોધપાઠ- પોતાની સમસ્યાનો બીજા હલ લાવશે તેવી આશા ન રાખવી