શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોકને જોરદાર ઝટકો લાગ્યો છે, રેટિંગમાં થયો ધરખમ ઘટાડો

શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોકને જોરદાર ઝટકો લાગ્યો છે. આ મોબાઇલ એપની રેટિંગ ગૂગલ પ્લે સ્ટોર પર 4.7થી ઘટી 2 અંક પર પહોંચી ગઇ છે. આ પહેલા ટિકટોક એપની રેટિંગ 5.8 હતી, જે ઘટીને ત્રણ દિવસમાં 4.7 પર પહોંચી ગઇ છે. ખરેખર ટીકટોકના રેટિંગમાં ઘટાડાનું કારણ ટિકટોક અને યૂટ્યૂબ વચ્ચે ચાલી રહેલ વર્ચુઅલ લડાઇને માનવામાં આવે છે. નોંધનિય છે કે, હવે આ લડાઇમાં સામાન્ય ઇન્ટરનેટ યૂઝર્સ પણ સામલ થઇ ગયા છે. જેઓ ગૂગલ પ્લે સ્ટોર પર એપને સતત એક સ્ટાર આપી રહ્યા છે. સાથે જ લોકોએ ટીકટોક એપ પર પ્રતિબંધ લગાવવાની પણ માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

તમને જણાવી દઇએ કે, ગૂગલ પ્લે સ્ટોર પર અત્યાર સુધીમાં 4.42 કરોડ યૂઝર્સ ટિકટોકને રેટિંગ આપી ચૂક્યા છે. જેમા એક સ્ટાર આપનારા યૂઝરની સંખ્યા વધારે છે. આ જ કારણ છે કે હવે ટિકટોક એપની રેટિંગ પ્લે સ્ટોર પર 2 અંક પર પહોંચી ગઇ છે. ત્યાં જ બીજી તરફ ટિકટોક એપ લાઇટને પણ તગડો ઝટકો લાગ્યો છે. આ એપને પણ એક સ્ટાર મળ્યો છે. ત્યાં જ હવે આ એપની રેટિંગ 4.8થી ઘટીને 1 અંક પર આવી ગઇ છે.

કેટલાક દિવસો પહેલા લોકપ્રિય યૂટ્યૂબર્સે ઘણા ટિકટોક યૂઝર્સની મજાક બનાવી હતી. તેના પછી કેટલાક ટીકટોકર્સ સામે આવ્યા અને પોતાના પ્લેટફોર્મ પર કન્ટેન્ટને યૂટ્યૂબથી સારી બતાવી. થોડાક જ દિવસોમાં આ મામલો એ હદે વધી ગયો કે, ભારતના ટોપ યૂટ્યૂબર્સમાં સામેલ કૈરી મિનાતીએ ટિકટોક વિરૂદ્ધ એક રોસ્ટ વીડિયો જાહેર કર્યો હતો, જેને લોકોએ ખુબ પસંદ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો