ભાવનગરમાં ગૌતમેશ્વર તળાવમાં માછલીઓને ખવડાવવા જતી કોલેજની યુવતી ડુબી, બચાવવા જતાં યુવક પણ પાણીમાં ગરકાવ, બંનેના મોત
સિહોર (Sihor)માં અકસ્માતની કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક કોલેજીયન યુવતી (Collage Girl)) માછલીઓને ખાવાનું ખવડાવતી હતી, તો પગ લપસતા ગૌતમેશ્વર તળાવ (gautameshwar lake)માં ડુબવા લાગી, તેને બચાવવા એક યુવકે પણ તળાવમાં છલાંગ લગાવી તો એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. પહેલા યુવતીની લાશ મળી આવી ત્યારબાદ યુવકનો પણ મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરની એમજે કોલેજ (Bhavnagar MJ Collage)માં અભ્યાસ કરતાં યુવક-યુવતીઓ સિહોર ખાતે ગૌતમેશ્વર મહાદેવ મંદિરે (gautameshwar temple sihor) ખાતે ફરવા ગયાં હતા. જ્યાં વલ્લભીપુરની યુવતીનો પગ લપસતાં તળાવમાં પડી ગઈ હતી. તળાવમાં ડૂબી રહેલી યુવતીને બચાવવા એક યુવક પણ કૂદ્યો હતો. પરંતુ તે પણ ડૂબી ગયો હતો. આ દુર્ઘટનામાં યુવતીની લાશ મળી આવી હતી. ત્યારબાદ યુવકની શોધખોળ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવતા યુવકનો મૃતદેહ પણ હવે મળી આવ્યો છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરની એમ.જે. કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં યુવક-યુવતીઓ સિહોરમાં આવેલ નવનાથનાં દર્શન સાથે ગૌતમેશ્વર તળાવકાંઠે ફરવા ગયાં હતા.વલ્લભીપુર ગામે રહેતી 19 વર્ષીય નિયતિ ભટ્ટ માછલીઓને ખોરાક આપી રહી હતી એ દરમિયાન સંતુલન ગુમાવતા તળાવમાં પડી હતી. નિયતિને ડૂબતી જોઇ સિહોરનો જ રહેવાસી 20 વર્ષીય જગદીશ મકવાણા તેને બચાવવા તળાવમાં કૂદ્યો હતો. પરંતુ બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. આ જોઇ સાથે આવેલાં અન્ય યુવક-યુવતી ઓએ મદદ માટે બૂમાબૂમ કરી હતી. બૂમાબૂમ સાંભળી આસપાસ ના લોકો મદદે દોડી આવ્યા હતા.
બનાવ અંગે પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરાતાં તરવૈયાઓ ટીમ સાથે મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવતીની લાશ બહાર કાઢી હતી, જેમાં સિહોર પોલીસે સ્થળ પર પંચનામું કરી લાશને પી.એમ માટે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે કોલેજિયન યુવક-યુવતીઓમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..