મિઝોરમની ટ્રાફિક જામની તસ્વીર ખૂબ જ પ્રેરણાદાયી: ‘તને ખબર છે મારો બાપ કોણ છે…’ એવું કહેનારા એક વાર આ તસવીર જોઈ લે, ખરેખર શીખવા જેવુ છે

ટ્રાફિકના નિયમો અંગે અવાર-નવાર એવુ કહેવામાં આવે છે કે ટ્રાફિક નિયમોના પાલનને લઇને કોઈ પણ સ્થળના લોકોની ગંભીરતા ત્યાંના નાગરિક હોવાનુ સૌથી મોટું ઉદાહરણ

આનંદ મહિન્દ્રાએ એક ટ્રાફિક જામની તસ્વીર રિટ્વિટ કરી છે અને આ સાથે લખ્યું છે, શું શાનદાર તસ્વીર છે. એક પણ વાહન રસ્તાના ડિવાઈડરની બીજુ બાજુ નથી. આ પ્રેરણાદાયી છે અને આ એક સારો સંદેશ આપે છે કે તમે તમારા જીવનનો રોડમેપ કેવીરીતે સુદ્રઢ બનાવો છો તે તમારી પર નિર્ભર કરે છે. નિયમોનું પાલન કરો, મિઝોરમના નાગરિકો પ્રશંસાને પાત્ર.

મહિન્દ્રાએ એક યુઝર્સની પોસ્ટને કરી રિટ્વિટ
ખરેખર, આનંદ મહિન્દ્રાએ જે રિટ્વિટ કર્યુ છે, તે સંદીપ અહલાવત નામના એક ટ્વિટર યુઝરનું છે. આ પોસ્ટની સાથે સંદીપ અહલાવતે લખ્યું છે, આ પ્રકારનું અનુશાસન મેં ફક્ત મિઝોરમમાં જોયુ છે. કોઈ ફેન્સી કાર નથી, કોઈ ઈગોની સમસ્યા નથી. ના કોઈ રોડ રેજ, કારણ વિના હોર્ન મારવુ અને કોઈને જલ્દી નથી આ વાતની કે ‘તુ જાનતા નહીં મેરા બાપ કોન હૈ’, બધા શાંત છે. દેશમાં ટ્રાફિક નિયમોની અવગણના કરવી કોઈ વાત નથી. કાર પર સ્ક્રેચ પડી જતા ઝગડો કરવો, ખોટી રીતે ઓવરટેક કરવુ, ફૂટપાથ પર ટૂ-વ્હીલર ચલાવવા જેવી ઘટનાઓ આપણે દરરોજ જીવનમાં જોઈએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો