માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના: અમદાવાદથી ગુમ થયેલ બાળક હારીજ માંથી મળ્યો, રડતા રડતા એવી વાત કરી કે પરિવાર હચમચી ગયો

અમદાવાદમાં સોલા વિસ્તારમાંથી ગુમ થયેલ સગીર મળી આવ્યું છે પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સોલા વિસ્તારમાંથી બાળકના અપહરણ થવાની ઘટના સામે આવી હતી. જે બાદ અપહરણકર્તા તેને પાટણ જિલ્લાના હારિજ ખાતે લઇ ગયો હતો અને ત્યાં તેની પાસે ભીખ મંગાવવાનું અને કચરો મેળવવાનું કામ કરતો હતો. અપહરણ કરનાર વ્યક્તિએ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. બાળક જ્યારે રોડ પર બાળક રડતો હતો ત્યારે એક પોલીસ કર્મીને શંકા જતા બાળકની પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ બાળકને હારીજ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ તપાસમાં સમગ્ર બાબત સામે આવી હતી. સોલા પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા અને જ્યાં ઉંડાણપૂર્વકની તપાસ કરી સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

સગીરને આરોપી ભીખ મંગાવતો હતો
સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ સોલા પોલીસે અલગ અલગ જગ્યાએ પોસ્ટરો લગાવી બાળકની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાનમાં નવા વર્ષેના દિવસે બાળક જ્યારે પાટણ જિલ્લાના હારીજ પાસે રોડ ઉપર એક બાળક રડી રહ્યું હતું જ્યાં એક પોલીસકર્મીની નજર પડી હતી. જેની પૂછપરછ કરતા એક વ્યક્તિ તેને અમદાવાદથી અહીંયા લઈ આવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ કર્મીઓને હારીજ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં સોલા પોલીસમાં બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાયેલી હોવાનું માલુમ થતા બાળકને અમદાવાદ લવાયો હતો. જે મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સગીર બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરાયું હોવાનું પણ સામે આવ્યું છે.

સગીર સાથે સૃષ્ટી વિરુદ્ધનું કુત્ય કર્યું હોવાનું ખુલ્યું
બાળકને પાસે ભીખ મંગાવવાના ઈરાદે તેનું અપહરણ કરાયું હતું જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે જ્યારે પોલીસ આરોપી મામલે વધુ તપાસ હાથ ધરી છે, આ અપહરની ઘટનામાં અન્ય કોઈ ગેંગ સક્રિય છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ ચક્રોગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો