જે ‘ફાયટર જેટ મિરાજ-2000’એ પાકિસ્તાનમાં તબાહી મચાવી, જાણો તે કેટલું તાકતવર છે
ભારતે આજે સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પાકિસ્તાન પર એરસ્ટાઈક કરી. એર સ્ટ્રાઈક જેના પર કરવામાં આવી તે જૈશના ઠેકાણાઓ હતા જેને ભારતે ભસ્મીભૂત કરી નાખ્યા. ભારતની એર સ્ટ્રાઈકથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે.ત્યારે આજે સવારની કાર્યવાહી દરમિયાન ઉપયોગમાં લેવાયેલા મિરાજ 2000 પ્લેનથી કરવામાં આવી હતી. ત્યારે આ પાવરફુલ પ્લેન વિશે જાણીએ તો.
મિરાજ-2000 વિમાનની ખાસિયત
- વિમાનની લંબાઈ 47 ફિટ
- ખાલી હોય ત્યારે વજન 7500 કિલો
- ગોલા બારૂદ સાથે 13800 કિલો
- 2336 કિમી પ્રતિકલાકની સ્પીડ
- 125 રાઉન્ડ ગોળીઓ પ્રતિ મિનિટે દાગી શકે
- 68 મિમીના 18 રોકેટ પ્રતિ મિનિટ દાગી શકાય
– ભારતીય સેનાની પાસે હાજર મિરાજ-2000 વિમાન એક સીટવાળું ફાઇટર જેટ છે. તેનું નિર્માણ ‘ડસોલ્ટ મિરાજ એવિશન’એ કર્યું છે. મિરાજ-2000 ફાઇટર જેટને 1980ના દાયકામાં ફ્રાંસથી ખરીદ્યા હતા.
– આ વિમાન એક કલાકમાં 23002થી 2400 કિલોમીટરનું અંતર કાપવામાં સક્ષમ છે. મિરાજ એક ફ્રેન્ચ બહુઉપયોગી ફોર્થ જનરેશનનું સિંગલ એન્જિન લડાકુ વિમાન છે.
– ભારતીય વાયુ સેનાની પાસે 50 મિરાજ-2000 વિમાન છે. આ હુમલામાં એરફોર્સે 12 વિમાનોનો ઉપયોગ કર્યો છે. પાછલા દિવસોમાં ભારતીય સરકારે આ વિમાનોને અપગ્રેડેશન માટે ફ્રાંસની ડસોલ્ટ એવિએશનની સાથે કરાર કર્યો હતો. જેના અંતર્ગત કેટલાક વિમાનોનું અપગ્રેડેશ કરવામાં આવ્યું છે. અપગ્રેડેશન બાદ આ વિમાન પહેલાથી વધારે શક્તિશાળી થઇ ગયા છે.
– દુનિયાના સૌથી સારા લડાકુ વિમાનોની લિસ્ટમાં મિરાજ-2000 10માં નંબર પર છે. તેની પહેલી ઉડાન 10 માર્ચ 1978માં થઇ હતી.
– આ વિમાન જમીન પર મોટા પ્રમાણમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની સાથે હવામાં હાજર બીજા પ્લેનને પણ નિશાનો બનાવવામાં સક્ષમ છે. 21 મે, 2015 ના મિરાજ 2000 દિલ્હીની પાસે યમુના એક્સપ્રેસ વે પર લેન્ડ કરવવામાં આવ્યા હતા. તેના આપાત્કાલિન સ્થિતિમાં રાષ્ટ્રિય રાજ્યમાર્ગોના રનવેની તરફ ઉપયોગ કરી શકાય, એટલા માટે ડ્રિલને મિરાજથી અંજામ આપવામાં આવ્યો હતો.
– ફ્રાંસની કંપનીની તરફથી બનાવેલા મિરાજ-2000 દરેક ઋતુમાં ઉડાન ભરી શકે છે
– મિરાજ-2000 ખુબજ ઝડપથી ઓછી ઉંચાઇ પર ઉડી જમીન પર હાજર દુશ્મનના અડ્ડાઓ પર બોમ્બ બ્લાસ્ટ કરી શકે છે.
– મિરાજ-2000 એક વારમાં 17 હજાર કિલોગ્રામ વજન લઇ જવામાં સક્ષમ છે.
– તેની રેન્જ 1480 કિમી છે. એટલે કે એકવખતમાં 1480 કિલોમીટર દૂર સુધી દુશ્મનના અડ્ડાઓ પર બોમ્બ બ્લાસ્ટ કરી શકે છ. ડસોલ્ટ મિરાજ-2000 હવાની સપાટી પર મિસાઇલ અને હથિયારથી હુમલો કરવાની સાથે સાથે લેઝર ગાઇડેડ બોમ્બ (LGB) બ્લાસ્ટ કરવામાં સક્ષમ છે.
– 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન મિરાજ-2000 એ મહત્વની ભૂમિકા નિભાવી છે અને દુશ્મનને નેસ્તોનાબુદ કરી દીધા હતા. કારગિલની લડાઇમાં મિરાજ-2000એ દુશ્મનના અડ્ડાઓ પર લેઝર ગાઇડેડ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જેનાથી મહત્વના બંકરોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ લડાકુ વિમાન ફ્રાંસિસી એરફોર્સની સાથે ભારતીય વાયુસેના, યુનાઇટેડ અરબ અમીરાત એરફોર્સ અને ચિન રિપલ્બિક વાયુસેના પાસે છે.
આ પણ વાંચજો..
- પુલવામાનો પાકિસ્તાનને મુહતોડ જવાબ : ૨૦૦ થી ૩૦૦ આતંકીઓને માર્યા – આ રીતે થયો હુમલો
- પુલવામાનો જવાબ / ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને આતંકી કેમ્પ પર હુમલો કર્યો, એક હજાર કિલોના બોમ્બ ફેક્યા