રાજકોટના એક ગામમાં નરાધમે ખેતરે જતી બાળકીનું બાવડું પકડી કપડા ફાડ્યા, મંદિરના પટાંગણમાં દુષ્કર્મ આચર્યું
રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના એક ગામમાં રહેતા શ્રમિક પરિવારની ૧૨ વર્ષની દીકરી પર ગામના જ હવસખોરે દુષ્કર્મ કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફ્રિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ એમપીના હાલ ચારેક વર્ષથી ગોંડલ તાલુકાના એક ગામમાં રહેતા શ્રમિક પરિવારના આધેડ મહિલાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના દીકરીની દીકરી ૧૧ વર્ષ ૮ માસવાળી જન્મથી જ સાથે રહે છે. મંગળવારે પૌત્રીને ખાંડ લેવા મોકલી હતી. જે સાઇકલ લઈને ગયા બાદ પોણો કલાક સુધી ઘરે નહિ આવતા શોધમાં નીકળી હતી.
નદીકાંઠે શિવજીનું મંદિર આવેલ હોય ત્યાં સાયકલ પડી હતી જેથી હું મંદિરમાં ગોતવા જતા જારી-જાખડા તરફ્થી બા-બા જેવો અવાજ આવતા હું દોડીને જોવા જતા ગામમાં રહેતા સંજયભાઈનો દીકરો અજય મારી દીકરી સાથે નગ્ન હાલતમાં જોવા મળતા મેં દેકારો કરતા મારો દીકરો તથા અન્ય ગ્રામજનો દોડી આવ્યા હતા. અજય કપડા પહેરીને ભાગવા જતા લોકોએ રોક્યો હતો, પરંતુ તે ભાગી ગયો હતો.
પૌત્રી મને ભેટીને રડવા લાગી હતી જેથી તેને પૂછતાં તેણીએ એવું જણાવ્યું હતું કે હું ખાંડ લઈને આવતી હતી ત્યારે અજયે રસ્તો રોકી મારું બાવડું પકડી મને મારતો મારતો ઢસડીને મંદિરની અંદર ઝાડવામાં લઇ ગયો હતો અને મારા કપડા ફાડી તેના કપડા કાઢી મારી સાથે ખરાબ કામ કર્યું હતું. હું અવાજ કરતી હતી તો મારા મોઢા ઉપર મૂંગો દઈ દીધો હતો અને અવાજ કરતી નહિ નહિતર પતાવી દઈશ તેમ કહી ધમકી આપી હતી. આ અંગે સરપંચ, વાડીમાલિક, આગેવાનોને વાત કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..