સુરતમાં કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ, 24 કલાક ધમધમતી મિલો હવે અઠવાડિયામાં 3 દિવસ રહે છે બંધ

સુરત શહેરને કાપડ અને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. આ બે ઉદ્યોગ થકી જ સુરતમાં મોટાભાગના લોકોને રોજગારી મળે છે. ત્યારે સુરતમાં હવે કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે મિલ લગ્નસરાની સિઝનમાં 24 કલાક ધમધમતી હતી તેમાં હવે એક અઠવાડિયામાં બેથી ત્રણ દિવસની રજા રાખવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળીના 15 દિવસ પહેલા જે પરિસ્થિતિ હતી તેવી પરિસ્થિતિ અત્યારે છે. કારણ કે, કેમિકલમાં ભાવ વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોલસાના ભાવમાં પણ સતત વધારો થયો છે. આ ઉપરાંત, લગ્નસરાની સિઝન હોવા છતાં પણ ડિમાન્ડમાં ઘટાડો થયો છે. તેથી કેટલાક ફેક્ટરીના માલિક ઓછાં નુકસાનમાં ફેક્ટરી ચલાવી રહ્યા છે અને એટલા માટે જ એક અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ મિલો બંધ રાખવામાં આવે છે અથવા તો કેટલાક માલિકો નુકસાનથી બચવા માટે 4 દિવસમાં 12 કલાક મિલ બંધ રાખતા હોય છે.

આ બાબતે દક્ષિણ ગુજરાત પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, દિવાળીના 15 દિવસ પહેલા જે પરિસ્થિતિ હતી તે હવે ફરીથી જોવા મળી રહી છે. તેના મુખ્ય ત્રણ કારણો છે, આ ત્રણ કારણોમાંથી પહેલું કારણ GST વધારા અંગે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું નોટીફીકેશ છે. બીજું કારણ કોલસા અને ઈનપુટ કોસ્ટમાં વધારો થયો હોવાનું છે અને ત્રીજું કારણ ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આવેલી ચૂંટણી છે. આ બંને રાજ્યોમાં ચૂંટણી હોવાથી ડિમાન્ડમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ કોલસા અને ઇનપુટ કોસ્ટમાં વધારાની સાથે-સાથે લીગ્નાઈટના ભાવમાં પણ વધારો થયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવાળી પહેલા જે શ્રમિકો તેમના વતનમાં પરિવારના સભ્યોની પાસે ગયા હતા. તેમાથી ઘણા શ્રમિકો હજુ સુધી કામ પર આવ્યા નથી. શ્રમિકો પણ ડિમાન્ડ ઓછી હોવાના કારણે વતનથી ફોન કરીને પરિસ્થિતિની માહિતી લઇ લે છે. ડિમાન્ડ ન હોવાના કારણે હાલ સપ્તાહમાં બેથી ત્રણ દિવસ મિલ બંધ રાખવી પડી રહી છે. તો ઘણા શ્રમિકો ઉત્તર પ્રદેશ અને પંજાબની ચૂંટણીને લઇને પણ વતનમાં ગયા છે. તો ઘણા મિલના માલિકો 6 દિવસમાં માત્ર 12 કલાક જ મિલને બંધ રાખે છે. એટલે ડિમાન્ડ જેટલી છે તેના આધારે મિલ બંધ રાખવામાં આવી રહી છે.

મહત્ત્વની વાત છે કે, દિવાળીના તહેવાર સમયે પણ દિવાળીના તહેવારના આગળના 15 દિવસ સુધી માર્કેટમાં કોરોનાના કારણે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ખરીદીમાં ઓછી રૂચી દાખવતા હોવાથી મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારબાદ લગ્નસરાની સીઝન શરૂ થતા માર્કેટમાં કાપડની ડિમાન્ડમાં વધારો થયો હતો. પણ હવે ફરીથી કેમિકલ અને કોલસામાં ભાવ વધારો અને ચૂંટણીને લઇને ફરીથી કાપડની માગમાં ઘટાડો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો