આખરે પરફ્યુમના વેપારી પીયૂષ જૈને કર્યો ધડાકો, કહ્યું, કોના છે 200 કરોડ રૂપિયા? જાણો અત્યાર સુધીમાં શું શું મળ્યું?
ઉત્તર પ્રદેશના કાનપુરમાં પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના ઘરે GST ટીમે દરોડા પાડ્યાનો મામલો હાલમાં ખુબ ચર્ચામાં છે. વેપારી પીયૂષ જૈનના ઘરેથી અત્યાર સુધીમાં 200 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. કાનપુર અને કન્નૌજમાં બિઝનેસમેનના સ્થળોએથી મોટી રકમની રોકડ મળી આવ્યા બાદ રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
દરોડા હજુ પણ ચાલુ છે
તમને જણાવી દઈએ કે, GST ચોરીના આરોપી બિઝનેસમેનના કન્નૌજ સ્થિત ઘરે હજુ પણ દરોડા ચાલુ છે, અત્યારે અધિકારીઓ ત્યાં રોકડની ગણતરી કરી રહ્યા છે. આ મામલામાં મોટી અપડેટ એ છે કે આખરે પીયૂષ જૈને ખુલાસો કર્યો છે કે આટલી મોટી રકમ પાછળ કોનો અસલી ચહેરો છે. પીયૂષ જૈને કબૂલ્યું છે કે તેમના બંને ઘરમાંથી મળી આવેલી રોકડ અને કિંમતી ઘરેણાં તેમના જ છે. નોંધનિય છે કે, તેમના ઘરેથી 600 કિલો ચંદનનું તેલ મળ્યા બાદ હવે આ મામલામાં ડીઆરઆઈની પણ એન્ટ્રી થઈ છે.
Kanpur court sent businessman Piyush Jain to 14 days judicial custody after raids at his residence led to the recovery of over Rs 194.45 crores of cash, 23 kg gold, 600 kg sandalwood pic.twitter.com/HhsqkrX2EX
— ANI (@ANI) December 27, 2021
તપાસમાં ડીઆરઆઈની એન્ટી થતા હવે આ કેસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે. કારણ કે પરફ્યુમ બનાવવાની પ્રક્રિયામાં એવી બાબતો સામે આવી રહી છે કે ઘણા માપદંડોનો ભંગ કરવામાં આવ્યો છે. ચંદનના તેલનો ગેરકાયદે ઉપયોગ થતો હોવાની પણ ચર્ચા છે.
અત્યાર સુધીમાં શું શું મળ્યું
અત્યાર સુધીની કાર્યવાહીમાં પીયૂષ જૈનના ઘરેથી લગભગ 200 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. કાનપુરમાં આરોપીના ઘરેથી 177.46 કરોડ અને કન્નૌજમાંથી 17 કરોડની રોકડ મળી આવી છે. કન્નૌજમાં આરોપીના ઘરે હજુ પણ રોકડની ગણતરી ચાલુ છે. આ ઉપરાંત કન્નૌજમાં આરોપીના ઘરેથી 600 કિલો ચંદનનું તેલ પણ મળી આવ્યું છે. કન્નૌજમાંથી 23 કિલો સોનું પણ મળી આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..