મહેસાણાના સરકારી અધિકારીની અનોખી સિદ્ધિ: પેરામોટર પાયલટ બની કર્યો 160ની ઝડપે ગગનવિહાર
મહેસાણા ખાતેની લોકલ ફંડ કચેરી ખાતે ઓડિટર તરીકે ફરજ બજાવતા યુવાને પેરામોટરમાં સવાર થઈ આકાશમાં ગ્લાઈડરથી ઉડાન ભરી હતી. આભમાં 2.5 કિમી જેટલી ઊંચાઈએ પહોંચ્યા બાદ આ સાહસિક યુવાને 160 કિમીની ઝડપે મુસાફરી કરી પેરામોટર પાયલટનું કૌશલ્ય દર્શાવ્યું હતું. રાજયકક્ષાએ ટેકવોન્ડોમાં સિલ્વર મેડલ વિજેતા આ સરકારી કર્મચારી ગીયર વિનાની સાયકલ ઉપર સવાર થઈ વર્ષમાં બે વખત 200 કિમી., 300 કિમી, 400 કિમી અને 600 કિમી સાયકલ સવારી કરી ચૂક્યો છે. આ અગાઉ વિજયનગર જેવી પોળોમાં યોજાયેલી સાયકલની પોળ રેસમાં તેણે દેશમાં દ્વિતીય નંબર મેળવ્યો હતો.
ચાણસ્મા તાલુકાના આંબલીપુરા (ધીણોજ)ના વતની ભરતભાઈ કેસરભાઈ ચૌધરી સરકારી કચેરીમાં ફરજ બજાવવાની સાથે પેરામોટર પાયલોટિંગ, ટેકવોન્ડો અને સાયકલ સવારીના શોખ ધરાવે છે. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની નેશનલ ઈન્ટિયુટ ઓફ માઉન્ટેનીયરીંગ એન્ડ એલાઈડ સ્પોર્ટસના નેજા હેઠળ તેણે ગગન વિહાર કરવાનું પ્રશિક્ષણ મેળવ્યું હતું. સ્પર્ધામાં ઉત્તીર્ણ થયા બાદ તેણે તાજેતરમાં આસામના ગુહાટી અને પાનીખેતી તેમજ અરુણાચલ પ્રદેશના દેરાંગના આકાશમાં પેરામોટરમાં બેસી ગ્લાઈડરથી આકાશમાં ર.પ કિમી ઊંચાઈની ઉડાન ભરી હતી. નોંધપાત્ર છે કે, પેરામોટર પાયલોટને સ્કાય ડાઈવિંગ સહિતની ટ્રેનિંગ પણ અપાય છે. આ સાહસિક યુવાન કર્મચારી મહેસાણા હોમગાર્ડ માટેની સ્ટાફ ઓફિસર્સ (સ્પોર્ટસ)ના ઈન્ચાર્જ તરીકેની જવાબદારી પણ નિભાવે છે.
વિડીયો જોઈ ચાર SPઓએ અભિનંદનનો ધોધ વહાવ્યો
આસમાની ઉડાનના પેરામોટર ડ્રાયવરનો વિડીયો જોઈ ક્રાઈમ બ્રાન્ચના એસપી ચૈતન્ય માંડલિક, એસપી નિરવ બડમુજર, પાર્થરાજસિંહ ગોહિલ અને ડીઆઈજી આર.કે.સિંઘે ભરતની સિધ્ધિને અભિનંદન પાઠવ્યાં હતાં. કલેકટર ઉદિત અગ્રવાલ અને ભરત એક જ ગૃપમાં હોવાથી તેઓ પણ આ વિડીઓથી પ્રભાવિત થયા છે. સ્પોર્ટસ પ્રેમના કારણે આ યુવાન સાહસિકને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે નિકટનો પરિચય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..