મહેસાણાની એસિડ એટેક પીડિતાએ પોણા છ વર્ષે દુનિયાના દર્શન કર્યા 27 સર્જરી બાદ એક આંખ ખૂલી, હવે બીજાના રક્ષણ માટે અધિકારી બનવા ફરી અભ્યાસ શરૂ કર્યો

પોણા છ વર્ષની પીડા દાયક યાતનાઓ બાદ 27 ઓપરેશનનો સામનો કરી ચુકેલી એસિડ એટેક પીડિતા કાજલ પ્રજાપતિની હવે એક આંખ ખુલી છે. અન્ય આંખ ગુમાવી ચુકેલી કાજલ હવે, પુનઃ અભ્યાસ કાર્યમાં લાગી છે. કારણ કે તે હવે વાંચી અને લખી શકે છે. વર્ષ-2016માં ફેબ્રુઆરી મહિના દરમિયાન નાગલપુર કોલેજ બહાર એક તરફી પ્રેમ કરનાર તેના જ સમાજના વિકૃત યુવાને નાજૂક અને નમણી કાજલના ચહેરા ઉપર એસીડ ફેંકયો હતો. દોડી આવેલી અન્ય છાત્રાઓએ ચહેરા ઉપર દૂધ નાંખી તેનું દર્દ ઓછું કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, આ વિદ્યાર્થિનીને સારવાર માટે અમદાવાદ ખસેડવી પડી હતી. હવે, એક આંખ ખુલતાં તેણીને આશા બંધાઈ છે કે, IAS અધિકારી બની શકશે. જો કે, સૌ પ્રથમ તેણે પોલીસ અધિકારી બનવા માટેની તૈયારી શરૂ કરી દીધી હતી. પરંતુ, આ દુર્ઘટનાને કારણે તેની આ ઈચ્છા પૂરી થઈ શકે તેમ નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મહેસાણાની આ વિદ્યાર્થીની સાથે બનેલી આ કરુણ ઘટના અંગે શરૂઆતમાં અનેક આગેવાનો હમદર્દી આપવા પહોંચ્યા હતા અને મદદની ખાત્રીઓ આપી હતી. પરંતુ, રામોસણા ખાતે રહેતા રીક્ષા ચાલક મહેન્દ્ર પ્રજાપતિને કોઈ મદદ મળી ન હતી. સરકારે પણ માત્ર રૂ.3 લાખની સહાય કરી હતી. જયારે પોણા છ વર્ષ દરમિયાન કાજલના ચહેરા ઉપર થયેલા 27 ઓપરેશનોમાં રૂ.15 લાખનો ખર્ચ થઈ ગયો છે. પોતાની પુત્રીને પિતા અમદાવાદ સારવાર અર્થે રિક્ષામાં લઈ જતા હતા અને ખર્ચને પહોંચી વળવા માટે 24 કલાક રિક્ષા ચલાવતા હતા. દેવાદાર બની ચુકેલો આ પરીવાર પોતાની દર્દનાક કથા કોઈને સંભળાવી શકે તેમ નથી. આ સમાચાર લખાઈ રહ્યા ત્યારે પણ કાજલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહી છે.

કાજલની માતા ચંદ્રીકાબેનના બધાજ દાગીના વેચાઈ ગયા છે અને તેઓ ગામમાં લોકોના ઘર કામ કરી રૂ.150 કમાઈ રહ્યાં છે. જ્યારે કાજલનો ભાઈ પણ બહેન માટે નોકરી કરવા મજબૂર બન્યો છે. જયારે તેણીના ભાઈના સગા માટેની વાત આવે ત્યારે લોકો ઈનકાર કરી દે છે અને એવું વિચારે છે કે, આ કાજલની સેવા માટે આ ઘરમાં અમારી દીકરીને શા માટે પરણાવીએ. સમગ્ર ઘટના ક્રમનો નિષ્કર્ષ એ છે કે, આટલું દર્દ સહન કરવા છતાં હજુ બાહોશ કાજલ હિંમત હારી નથી. તેની એક આંખ ખુલતાંની સાથે જ નવી દુનિયાના દર્શન કર્યા છે અને

મોટી આપત્તિ આવી છતાં પિતા હિંમત ન હાર્યા
પીડીતા કાજલ પ્રજાપિતના પિતા મહેન્દ્રભાઈ રીક્ષા ચલાવીને પરિવારનો નિર્વાહ કરી રહ્યા છે. પોતાની પુત્રી પોલીસ અધિકારી બને તે માટે રાત દિવસ રીક્ષા ચલાવી શિક્ષણનો બોજ ઉઠાવતા હતા. પોતાની પુત્રી ઉપર આ આવેલી આફત સમયે હિંમત હાર્યા વિના તેમણે સારવારમાં ધ્યાન રાખ્યું હતું. માથે દેવું થઈ ગયું હોવા છતાં પણ હિંમત હાર્યા વિના તબીબોની સલાહ અનુસાર સારવાર કરાવતા રહ્યા હતા. પોતાની પુત્રીની એક આંખ ખુલતાં તેમનામાં નવી આશાનો સંચાર થયો છે.

IAS ઓફીસર બનીશ, પીડીતાઓની મદદ કરીશ – કાજલ
27 ઓપરેશન બાદ કાજલની એક આંખનું પાંપચું ઊંચકાયું અને અડધી આંખ ખુલી ત્યારે તેમાંથી સૌ પ્રથમ અશ્રાુધારા વહીં. પોણા છ વર્ષની યાતનાનો આ પ્રભાવ હતો. પરંતુ, જયારે તેણે પરિવારજનોના દર્શન કર્યા ત્યારે તેની ભાવ વિભોર બની હતી. હવે, કાજલ ભણી ગણીને IAS ઓફીસર બનવા માગે છે અને આવી પીડીતાઓ માટે મદદરૂપ થવાનું સ્વપ્નું જોઈ રહી છે.

આરોપીને આજીવન કેદ પરંતુ પીડીતાને આજીવન સજા
કોલેજ બહાર એક તરફી પ્રેમમાં નિર્દોષ કન્યા ઉપર એસીડ એટેક કરનાર વડનગરના યુવાનને મહેસાણા અદાલતે આજીવન કેદની સજા તો ફટકારી છે. પરંતુ, પોતાનો ચહેરો કુરુપ બનતાં એક સમયની નમણી અને નાજુક કાજલની યાતનાઓ આપણે સમજી શકીએ તેમ નથી. શરૂઆતમાં પોતાના ડરામણા ચહેરા સાથે કાજલ ઘર બહાર પણ નીકળતી ન હતી. હવે, આ કન્યાની ઈચ્છાઓ પરમ કૃપાળુ પરમાત્મા પુરી કરે અને તે ઓફીસર બને તેવી પ્રાર્થના કરી શકીએ તેમ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો